અસ્તિત્વને ન સ્વીકારે તો તેને જ્ઞાન કોણ કહે? જાણનારની સત્તા છે તો જ્ઞેયપદાર્થો
જણાય છે. જ્ઞાન હોય તો જ શરીર જણાય, જ્ઞાન હોય તો જ જગતના અરિહંતસિદ્ધ
વગેરે જણાય, જ્ઞાન હોય તો જ વિકલ્પો જણાય,–એ રીતે સર્વે પદાર્થોને જાણતાં જ્ઞાનની
હાજરી તો પહેલી જ છે, એટલે જ્ઞાનસ્વરૂપી આત્મા જ બધામાં મુખ્ય છે; મુખ્ય એટલે
ઊંચો; ઊંચો એટલે ઊર્ધ્વ. જુઓ તો ખરા, ચેતનનો મહિમા! બધા પદાર્થોને જાણે છતાં
બધાથી જુદો રહે, જગતનો ખરો ઈશ્વર તો આવો આત્મા છે કે જેની હૈયાતી વગર કોઈ
પદાર્થનું અસ્તિત્વ જણાતું નથી.
વગરનો જીવ અનુભવી શકાય નહીં. આવું જ્ઞાયકપણું જીવ સિવાય બીજા કોઈ પદાર્થમાં
હોતું નથી. અહો, તીર્થંકર ભગવાને કહેલા આવા જીવપદાર્થને હે જીવો! તમે અનુભવમાં
લ્યો. સર્વજ્ઞ પરમાત્માએ જીવનું આવું અદભુત સ્વરૂપ બતાવ્યું છે તે તમે સમજો.
ક્્યાંય પણ હોય તો તે આવા જીવસ્વભાવમાં જ છે. બીજા વિષયોમાં સુખની કલ્પના
કરે છે તે કલ્પના કરનારો કોણ છે? તે કલ્પના કરનારો પોતે જ સુખસ્વરૂપ છે. તેનાથી
બહારમાં તો કાંઈ સુખ જ છે નહીં. તનથી અતીત, ને મનથી યે અતીત, અતીન્દ્રિય
જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે જ સુખનું ધામ છે, તેમાં જ સંતોને સુખ ભાસે છે, બીજે ક્્યાંય
કિંચિત્ સુખ ભાસતું નથી. અંતરમાં જ જીવના આવા વિલાસને હે જીવો! તમે જાણો.