: ૩૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
(૧૦૦) પ્રશ્ન:–મોક્ષધામ ક્યાં છે? ત્યાં કઈ રીતે જઈ શકાય? (જશવંત, મુડેટી)
ઉત્તર:–‘મોક્ષ કહ્યો નિજશુદ્ધતા’–આત્માના જ્ઞાનાદિ સર્વે ગુણોની પૂર્ણ શુદ્ધતા
થતાં સર્વે બંધન છૂટી જાય, તેનું નામ મોક્ષ છે; તે મોક્ષનું ધામ આત્મા
પોતે છે. અને ભેદજ્ઞાનવડે આત્માની અનુભૂતિ કરતાં–કરતાં
આનંદપૂર્વક તે મોક્ષધામમાં જવાય છે.
* * * * *
તત્ત્વાર્થસૂત્રના પહેલા જ સૂત્રમાં–
શ્રી પૂજ્યપાદસ્વામી સર્વાર્થસિદ્ધિમાં તત્ત્વાર્થસૂત્રના પહેલા જ સૂત્રની ટીકામાં
સમ્યક્ ચારિત્રની વ્યાખ્યા કરતાં કહે છે કે–‘संसारकारणनिवृत्तिं प्रत्यागुर्णस्य
ज्ञानवतः कर्मादाननिमित्तयिोपरमः सम्यक्चारित्रम्। अज्ञानपूर्वकाचरणनिवृत्त्यर्थं
सम्यक् विशेषणम्।’
સંસારના કારણોને દૂર કરવા માટે ઉદ્યમવંત એવા જ્ઞાનવાન પુરુષને, કર્મ–
ગ્રહણના નિમિત્તરૂપ ક્રિયાઓથી જે વિરક્તિ તે સમ્યક્ ચારિત્ર છે. અજ્ઞાનપૂર્વકના
આચરણના નિષેધ માટે તેને ‘સમ્યક્’ વિશેષણ કહ્યું છે.
આમાં પૂજ્યપાદસ્વામીએ નીચેની વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરી છે–
* કર્મગ્રહણના કારણરૂપ ક્રિયાઓથી છૂટવું–તે સાચું ચારિત્ર છે; શુભરાગની
ક્રિયા તો પુણ્યકર્મના ગ્રહણનું નિમિત્ત છે, એટલે તે ચારિત્ર નથી, તે મોક્ષમાર્ગ
નથી; તેનાથી પણ વિરકિત તે સમ્યક્ચારિત્ર છે, ને તે મોક્ષમાર્ગ છે.
* આવું સમ્યક્ચારિત્ર જ્ઞાનવાન પુરુષને જ હોય છે, અજ્ઞાનીને હોતું નથી.
* ‘સમ્યક’ વિશેષણ કહીને અજ્ઞાનપૂર્વકના આચરણનો મોક્ષમાર્ગમાંથી નિષેધ
કર્યો છે, એટલે અજ્ઞાનીનું કોઈપણ આચરણ (–કોઈપણ શુભક્રિયા) તે સાચું
ચારિત્ર નથી, ને તે મોક્ષનું કારણ થતું નથી.
મોક્ષશાસ્ત્રના પહેલાં જ સૂત્રમાં પૂજ્યપાદસ્વામીએ કરેલી આ સૈદ્ધાંતિક વ્યાખ્યા
આખાય મોક્ષશાસ્ત્રમાં સર્વત્ર લાગુ કરીને મોક્ષમાર્ગનું સ્વરૂપ ઓળખવું જોઈએ.