જ આત્માને અનુભવીએ છીએ; ચેતના જ અમારું ચિહ્ન છે; આત્મસ્વભાવથી
વિરુદ્ધ જે કોઈ ચિહ્ન છે તે બધાય મારાથી પૃથક્ છે, તે બધાય કર્મપક્ષમાં છે,
મારાં ચૈતન્યપક્ષમાં તે નથી. એ બધા ભેદ–વિકલ્પોની જે વ્યવહારચાલ, તેનાથી
અત્યંત જુદો નિશ્ચયસ્વભાવરૂપ શુદ્ધ ચિન્મુદ્રાધારક હું છું. મારા આત્માની આવી
અનુભૂતિ મને થઈ છે.
અનુભવમાં લેવો હોય–તેને માટે આ રીત છે. અરે, સંસારના બીજા વિકલ્પો તો
દૂર રહ્યા, અંદર પોતામાં ને પોતામાં ‘હું કર્તા ને જ્ઞાન મારું કાર્ય’–એવા કારક–
ભેદના વિકલ્પો પણ મારા ચૈતન્યના અનુભવમાં નથી. વિકલ્પો તે કાંઈ મારા
ચૈતન્યની ચાલ નથી, મારી ચૈતન્યચાલમાં (ચૈતન્યપરિણતિમાં,
ચૈતન્યઅનુભૂતિમાં) તે કોઈ વિકલ્પોની ચાલ નથી.
આવા અનુભવના આંગણે આવવું પણ દુર્લભ છે, અંદર ઊતરીને આવો
અનુભવ કરતાં પોતાને પોતાની પ્રભુતા ને અચિંત્ય મહતા ભાસે છે. જ્યાં
પોતાની પ્રભુતા પોતામાં જ દેખી ત્યાં બહારથી બીજા વડે મોટાઈ લેવાની બુદ્ધિ
રહેતી નથી, કેમ કે હવે તો જગતના બીજા બધા પદાર્થો કરતાં પોતાના સ્વરૂપનો
જ મહિમા અધિક ભાસે છે.
વીતરાગમાર્ગ તો પરમ શાંતિનો માર્ગ છે, તેમાં ઝગડા કેવા? જેણે આત્મા
સાધવો હોય તેણે જ્ઞાન–દર્શનસ્વરૂપ એક ચિદાનંદ આત્માને જાણવો જોઈએ.