અનુભવવો, તે મોક્ષ પામવાની રીત છે. તેનું જ ઊંડું મથન કરી કરીને પત્તો
મેળવવા જેવું છે. ભાઈ, આ જીવન તો ચાલ્યું જાય છે, તેમાં અવિનાશી
આત્માને પ્રાપ્ત કરી લે, તેનો અનુભવ કરી લે. ‘આ હું ચૈતન્ય છું ને આ રાગાદિ
ભાવો જુદા છે’–એમ ભિન્નતાના અનેકવિધ સૂક્ષ્મ વિકલ્પોને પણ આત્માના
સ્વરૂપથી ભિન્ન જાણવા; ને એનાથી પણ ઊંડા જ્ઞાનલક્ષણવડે અખંડ આત્માને
અનુભવમાં લેવો. અંદરના સૂક્ષ્મ વિકલ્પોને પણ બાદ કરતાં જે એકલું
ચૈતન્યસ્વરૂપ પરમ શાંત વેદાય છે–તેમાં આત્મા બિરાજમાન છે; તે જ આત્મા
છે, એટલે કે તે જ હું છું; એનાથી બાહ્ય બીજા કોઈ ભાવો હું નથી.
રહીને–નિરપેક્ષભાવે પોતે પોતાના સ્વરૂપને સાધી લેવા જેવું છે.
તેરે ઘટમેં જગ વસે, તામેં તેરો રાજ.
ઘટમાં તારી જ્ઞાનનિધિ બિરાજે છે, તેમાં તારૂ રાજ છે, તેનો તું અનુભવ કર.
ભાઈ, પરની સાથે તારે શું સંબંધ છે? દુનિયામાં કોઈ વખાણ કરે કે કોઈ નિંદા
કરે તેનાથી તારે શું કામ છે? તેમાં તારૂં કાંઈ હિત–અહિત નથી. તારા
જ્ઞાનસામર્થ્યમાં આખું જગત જ્ઞેયપણે જણાઈ જાય છે, અંતરમાં આવા તારા
જ્ઞાનને તું દેખ. બહારમાં જગતના જીવો સાથે તારે કાંઈ કામ નથી.
છે; અંતરમાં સન્મુખતા કર્યા વગર ક્્યાંય શાંતિ નહિ થાય. જ્ઞાની તો અંતરમાં
નિજસ્વભાવને ગ્રહીને શિવચાલ ચાલે છે; પોતે પોતામાં મોક્ષમાર્ગને સાધે છે.