Atmadharma magazine - Ank 334
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 44

background image
* રાજકોટના ભાઈશ્રી મોહનલાલ મગનલાલ તુરખિયા અચાનક મેનેનજાઈટીસની
બિમારીથી અષાડ વદ ૧૩ના રોજ અમદાવાદ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ
સોનગઢમાં રહીને સત્સંગનો લાભ લેતા, તેમજ બોર્ડિંગ તથા સમિતિની વ્યવસ્થામાં
પણ તેમણે સેવા આપેલ, સાહિત્યપ્રચારની ભાવનાથી પોતાની મુડીનું એક ટ્રસ્ટ પણ
તેમણે બનાવેલું; મૃત્યુના પાંચ છ દિવસ પહેલાંં સોનગઢથી તેઓ રાજકોટ તથા
અમદાવાદ ગયેલા, ત્યાંનું કામ પતાવીને તેઓ સોનગઢ આવવા બસસ્ટેશને પણ
આવ્યા; ત્યાં એકાએક ઊલ્ટી થતાં અમદાવાદ રોકાઈ રહ્યા ને બે દિવસની માંદગીમાં
તો સ્વર્ગવાસ પામી ગયા.
* રાજકોટ (હાલ સોનગઢ)ના ભાઈશ્રી મગનલાલ સુંદરજીના ધર્મપત્ની શ્રી
પ્રભાબેન તા. ૧૬–૭–૭૧ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ
ભદ્રિક હતા, ને સોનગઢ રહીને સત્સંગનો લાભ લેતા હતા.
* વઢવાણ શહેરના રજપૂત ભાઈશ્રી કનુભાઈના પિતાજી લઘરાભાઈ (ઉ. વર્ષ
૮૫) તા. ૫–૭–૭૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. શ્રી કનુભાઈ હંમેશા
જિનમંદિરે આવે છે, ને મુમુક્ષુમંડળમાં રસ લ્યે છે. જિનમંદિરે આવીને તેમણે
કહેલું કે મારા ખરા નાતીલા ને સ્નેહી તો તમે સૌ સાધર્મી જ છો.
* જામનગર મુકામે શાંતિલાલ જીવાભાઈ સુતરીઆ (ઉ. વ. ૬૦) અષાડ વદ ૧૩ના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે; તથા કેશવલાલ દેવચંદના પુત્ર જયંતિલાલ (ઉ. વ. ૩૫)
અષાડ વદ અમાસે રેલ્વે અકસ્માતમાં સ્વર્ગવાસ પામ્યા છે. તથા રૂક્ષ્મણીબેન (ઉ. વ.
૬૫) તે નરેન્દ્રકુમાર ડાયાલાલના માતુશ્રી તા. ૧–૭–૭૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.
સંસારમાં આવા પ્રસંગો બન્યા જ કરતા હોય છે. એટલે તો કહ્યું છે કે– ‘जगत्
अस्थिरम्।’ હમણાં સોનગઢમાં ૫ણ (સિમિત સામે રહેતા) ભટ્ટીબ્રધર્સવાળા
હરિસિંહભાઈના યુવાન પુત્ર ગંભીરસિંહભાઈ ખટારા અકસ્માતમાં કરૂણાજનક અવસાન
પામ્યા. અનેક દિવસ સુધી કરૂણા અને વૈરાગ્યનું વાતાવરણ કહ્યું. ગુરુદેવ તો હમણાં
પ્રવચનમાં રોજ બેચાર વાર પરમ વૈરાગ્યપૂર્વક કહે છે કે ભાઈ! તું આત્માનો વિચાર કર!
આ અમૂલ્ય અવસર ચાલ્યો જાય છે. આ દેહ તો ક્ષણેક્ષણે મૃત્યુની સન્મુખ જઈ રહ્યો છે.
માટે અરે જીવ! અંર્ત સન્મુખ થા...વાર ન લગાડ. તેમાં પ્રમાદ કરવા જેવું નથી.
આત્માના હિતનો આવો અવસર, અને આવા દેવ–ગુરુ–ધર્મનો સુયોગ મહાભાગ્યે
મળે છે. માટે બહારની બધી ગડમથલ મુકીને જીવનમાં સમ્યગ્દર્શન કરી લેવા જેવું છે.