Atmadharma magazine - Ank 334
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 44

background image
પ્રાર્થના
શાસ્ત્રાભ્યાસો જિનપતિનુતિ: સંગતિ સર્વદાર્યે:
સદ્વૃત્તાનાં ગુણગણકથા દોષવાદે ચ મૌનમ્;
સર્વસ્યાપિ પ્રિયહિતવચો ભાવના ચાત્મતત્ત્વે,
સમ્પદ્યંતાં મમ ભવભવે યાવદેતેઽપવર્ગ:
।।
જિનેન્દ્રભગવાનની પૂજા કર્યાં બાદ
આપણે ઈષ્ટ પ્રાર્થના કરીએ છીએ કે હે દેવ!
હું મોક્ષ પામું ત્યાં સુધી મને સદાય વીતરાગ
શાસ્ત્રનો અભ્યાસ હો, જિનવરદેવના
ચરણોનું સદાય સેવન હો, આર્ય
સત્પુરુષોની સદા સંગતિ હો, સદાચારી
પુરુષોના ગુણસમુહની પ્રશંસા–કથા હો,
દોષવાદમાં મૌન રહું એટલે કે કોઈની નિંદા
ન કરું; સર્વેજનો પ્રત્યે પ્રિયકારી અને
હિતકારી વચનો બોલું અને નિરંતર
આત્મતત્ત્વમાં ભાવના કરું,–આટલું મને
મોક્ષ થતાં સુધી ભવભવમાં પ્રાપ્ત હો.
બોધિ –ભાવના
હે જિનેન્દ્ર! તારા ચરણો મારા
હૃદયમાં રહો અને મારું હૃદય તારા બન્ને
ચરણોમાં લીન રહો;–ક્યાં સુધી? કે
નિર્વાણની પ્રાપ્તિ થાય ત્યાં સુધી.
જગતના બંધુ એવા હે જિનવરદેવ!
તારા ચરણના શરણવડે મને દુઃખનો ક્ષય
થાઓ, સમાધિમરણની અને રત્નત્રયરૂપ
બોધિની પ્રાપ્તિ થાઓ.
વાહ! કેવી સુંદર ભાવના છે!
મુમુક્ષુની ભાવના
આ પરભાવરૂપી કીચડથી ભરેલા સંસાર–
માંથી છૂટવા મુમુક્ષુજીવ ભાવના ભાવે છે–
આગમકે અભ્યાસમાંહી પુનિ
ચિત્ત એકાગ્ર સદીવ્ લગાઉં;
સંતનિકી સંગતિ તજીકે મૈં
અંત કહૂં ઈક ક્ષિન નહીં જાઉં.
દોષવાદમેં મૌન રહૂં ફિર
પુણ્યપુરુષ ગુણ નિશદિન ગાઉં,
રાગદ્વેષ સબહીકો ટારી,
વીતરાગ નિજભાવ બઢાઉં.
બાહિજદ્રષ્ટિ ખેંચકે અંતર
પરમાનંદ સ્વરૂપ લખાઉં;
ભાગચંદ શિવપ્રાપ્ત ન જોલોં
તૌલોં તુમ ચરણાંબુજ ધ્યાઉં.
અબ નિરભય પદ પાયા ઉરમેં
સુનકર વાણી જિનવરકી મ્હારે
હરષ હિયે ન સમાયજી....
કાલ અનાદ્રિકી તપન બુઝાઈ
નિજનિધિ મિલિ અઘાયજી....
સંશય ભર્મ વિપર્જય નાસ્યા
સમ્યક્ બુદ્ધિ ઉપજાયજી....
અબ નિરભય પદ પાયા ઉરમેં
વંદૂં મન–વચ–કાયજી....
નરભવ સુફલ ભયા અબ મેરા
બુધજન ભેટંત પાયજી....