ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 187
* સોનગઢનું ધાર્મિક વાતાવરણ *
પવિત્ર વીતરાગી જૈનધર્મ જ્યાં વર્તતો હોય, અને આત્મઅનુભવી જીવો જ્યાં
વિચરતા હોય તે ભૂમિ મહાન ઉજ્વળ અને તીર્થસમાન છે; મોક્ષનો માર્ગ ત્યાં જીવંત
છે. અહા, એવા ધામમાં આત્માની મુમુક્ષુતા પુષ્ટ થાય છે, આત્માની સાધના જાગે છે.
આપણું સોનગઢ આવું જ તીર્થધામ છે; ત્યાંકનું વાતાવરણ જૈનધર્મની
વીતરાગી સુવાસથી મઘમઘી રહ્યું છે....જીવંત મોક્ષમાર્ગ અને તેને સાધનારા જીવો ત્યાં
પ્રત્યક્ષગોચર થાય છે...શ્રીગુરુમુખેથી દરરોજ મોક્ષમાર્ગની અને ચૈતન્યતત્ત્વના પરમ
અચિંત્ય મહિમાની વાત સાંભળવા મળે છે. ગુરુદેવ ચૈતન્યના પરમ મહિમાપૂર્વક
વારંવાર કહે છે કે–ભગવાન! તારી ચીજ તારામાં પરિપૂર્ણ છે–તે તને બતાવી દીધી...
તેને દેખીને તું પ્રસન્ન થા... ખુશી થા... આનંદિત થા. સાવધાન થઈને જ્ઞાયકભાવમય
સ્વતત્ત્વને જ પોતાપણે અનુભવમાં લે.
અહા! આવા ચૈતન્યતત્ત્વની પ્ર્રીતિપૂર્વક, બહુમાનથી તેની વાત સાંભળનાર
જીવ પણ પોતાના અંતરમાં આત્મપ્રેમના એવા બીજડા વાવે છે કે અલ્પકાળમાં
તેમાંથી ધર્મના અંકુરા ફૂટીને મોક્ષનું મંગલ ઝાડ ઊગી નીકળશે.
–આવા અધ્યાત્મતત્ત્વનું શ્રીગુરુમુખે શ્રવણ, સાધર્મી સાથે તેની ચર્ચા, તેની
પ્રીતિ અને તેનું મનન આજે હજારો જીવોમાં ઉલ્લાસથી ચાલે છે, તે તો પ્રશંસનીય છે.
તદુપરાંત અધ્યામપ્રેમી સાધર્મી પાઠકો પ્રત્યે અહીં એટલું કહેવાનું મન થાય છે કે
બંધુઓ! એટલેથી ન અટકશો, અંદરના પરમ ગંભીર તત્ત્વની સ્વાનુભૂતિ સુધી
પહોંચજો, ને અતીન્દ્રિય આત્માનો પત્તો મેળવજો. આ જીવનમાં જ આ કાર્ય કરી
લેવાનું છે, તેમાં આળસ ન થાય, ને તે અધૂરું ન રહી જાય, એ રીતે જાગૃતિ રાખજો...
એક પણ દિવસ એ મહાનકાર્યના પ્રયત્ન વગેરેનો ન વીતે–એવી શ્રીગુરુની નિરંતર
પ્રેરણા છે.
– जय जिनेन्द्र
પ્રકાશક: (સૌરાષ્ટ્ર) પ્રત : ૨૮૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) ભાદ્રપદ : (૩૩૪)