“હું પણ મુમુક્ષુમાર્ગે જાઉં છું”
૧. શરીર તો વ્યાધિનું મંદિર છે, આત્મા આનંદનું મંદિર છે.
૨. શરીર કરોડો રોગોનું ઘર છે, આત્મા અનંત ગુણોનું ઘર છે.
૩. શરીર તો ભવની મૂર્તિ છે, આત્મા મોક્ષનું ધામ છે.
૪. શરીરના લક્ષે તો કલેશ છે, આત્માના લક્ષે હિમાલય જેવી શાંતિ છે.
૫. શરીર તો પુદ્ગલનો પિંડ છે, આત્મા બરફના ઢગલા જેવી શાંતિનો પિંડ છે.
૬. શરીર તો પુદ્ગલની કાયા છે, આત્મા જ્ઞાનશરીરી છે.
૭. શરીર અશુચી અને અસ્થિર છે, આત્મા સદા શુદ્ધ, અવિનાશી છે.
૮. શરીર મૃતકકલેવર અચેતન છે, આત્મા સદા ચૈતન્ય–ઉપયોગમય છે.
૯. શરીર કાંઈ સ્વ–પરને નથી જાણતું, આત્મા સ્વ–પરને જાણનાર છે.
૧૦. શરીરના એકેક અંગુલે ૯૬ રોગ છે, આત્માના એકેક પ્રદેશે અનંત સુખ છે.
–આ રીતે કાયા અને આત્માની અત્યંત ભિન્નતાને અનુભવીને,
મારા શુદ્ધ ચૈતન્યને ભાવતો–ભાવતો હું મુમુક્ષુમાર્ગે જાઉં છું. શુભ અને અશુભથી
રહિત શુદ્ધચૈતન્યની ભાવના મારા અનાદિ સંસારરોગનું ઉત્તમ ઔષધ છે.
* * * * *
ક્ષ... મા... પ... ના...
આત્મધર્મનું લેખન–સંપાદન પૂ. ગુરુદેવની કૃપાદ્રષ્ટિમાં, માત્ર સ્વ–
પરના આત્માર્થની પુષ્ટિ થાય એ એક જ ધ્યેયપૂર્વક કરવામાં આવે છે;
હૃદયમાં દેવ–ગુરુ–ધર્મની ભક્તિપૂર્વક ને સાધર્મીપ્રેમપૂર્વક તેનું સંકલન
કરવામાં આવે છે. તેમ છતાં કોઈ ભૂલચુક થઈ હોય કે કોઈની લાગણી
મારાથી દુભાઈ હોય, તો અંતરના ભાવપૂર્વક દેવ–ગુરુ–ધર્મ તથા
સાધર્મીજનો પ્રત્યે ક્ષમા માંગું છું.
– બ્ર. હ. જૈન.