: ૪૦ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
છે, પણ જીવને સંસારથી કેમ છૂટવું તે નથી કહેતા. પુણ્ય–પાપ તો તું અનાદિથી કરી
રહ્યો છે. પુણ્ય અને પાપ પણ રાગ છે, એનાથી પણ આપણે છૂટીએ તો જ આપણને
સાચું સુખ મળશે. પૂ. ગુરુદેવનો જય હો.” –જ્યોતિન્દ્ર ધનાની
* ધનાની તેમના દરેક પત્રમાં આટલી નાની ઉંમરે, અને આવા દૂર દેશમાં રહેતા હોવા
છતાં તત્ત્વની આવી વાત લખે છે, તેનું કારણ તેમનું આત્મધર્મનું નિયમિત વાંચન
છે. આત્મધર્મ મહિનામાં બે વાર મળે તેમ થાય તો સારૂં! ” –એ પ્રમાણે દાદરના
વાસંતીબેને લખ્યું છે.
* * * * *
* સમતા *
મોક્ષસુખનું મૂળ કોણ છે ?........સમતા.
મુક્તિમાં રત કોણ છે ?........સમતા.
તિમિરહારી ચંદ્રસમાન કોણ છે ?........સમતા.
સંયમી જીવોનો સંમત શું છે ?........સમતા.
દીક્ષાની વહાલી સખી કોણ છે ?........સમતા.
સુખસાગરમાં ભરતી લાવનાર કોણ છે ?........સમતા.
મુનિવરોનું ખાસ આભૂષણ શું છે ?........સમતા.
ત્રણલોકનું આભૂષણ શું છે ?........સમતા.
મુમુક્ષુજીવોની કુળદેવી કોણ છે ?........સમતા.
સદાય જયવંત કોણ છે ?........સમતા.
(જુઓ નિયમસાર શ્લોક ૧૪૦–૧૪૧)
મદ્રાસ મુમુક્ષુમંડળનો પત્ર છે, ત્યાં મુમુક્ષુમંડળ ઉત્સાહથી ચાલી રહ્યું છે. બીજા
પણ અનેક ગામોથી દશલક્ષણપર્વ, શિક્ષણવર્ગ વગેરે સંબંધી ઉલ્લાસપૂર્ણ સમાચાર આવી
રહ્યા છે. આત્મધર્મસંબંધી કે બીજા કોઈ પણ પત્રવ્યવહારમાં પોતાનું પૂરું સમનામું
લખવું જરૂરી છે.