: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૯ :
* ‘આત્મધર્મ’ પ્રત્યે ભારતના હજારો જિજ્ઞાસુઓ અત્યંત આદરભાવપૂર્વક તેનો
અભ્યાસ કરે છે, ને તેના દ્વારા પૂ. ગુરુદેવની અપૂર્વ આત્મહિતકારી વાણી મેળવીને
પ્રસન્ન થાય છે, તેથી તેઓ દરવર્ષે ભક્તિપૂર્વક સંસ્થાના જ્ઞાનખાતામાં મોટી રકમો
આપીને પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરેછે. ‘આત્મધર્મ’ એ સંસ્થાના જ્ઞાનખાતાનું
એક મહત્ત્વનું અંગ છે; તેમાં જિજ્ઞાસુ પાઠકોના મહાન સહકારને લીધે આપણે
આત્મધર્મ માસિક ચાર રૂપિયાના લવાજમમાં આપી શકીએ છીએ. આ પ્રકારે
આત્મધર્મનું ગૌરવ વધારવા માટે વાંચકવર્ગને ધન્યવાદ ઘટે છે. આત્મધર્મનો પ્ર્રચાર
હજી પણ ખૂબ વધે એવા પ્રયાસની જરૂર છે.
* દાદર (મુંબઈ) થી વાસંતીબેન ભાયાણી લખે છે કે–આત્મધર્મ વાંચતાં ખૂબ આનંદ
થાય છે. તેના અંકો જ્ઞાનથી છલોછલ ભરેલા હોય છે. તેમાં ગુરુદેવે બતાવેલો
શેદ્ધોપયોગ–ધર્મ ક્્યારે પામીએ!–એમ થાય છે. ગુરુદેવે બતાવેલા માર્ગને
અનુસરવાનો અને ફરીને જન્મ ન લેવાનો નિર્ણય કરીએ છીએ. સમ્યગ્દર્શનના આઠ
અંગની કથાઓ વાંચવી ખુબ જ ગમે છે. રેખા, દીપ્તિ વગેરે નાની બાલિકાઓ પણ
તે કથા સાંભળીને તીર્થંકરના સ્વરૂપનો નિર્ણય કરતી હતી. આત્મધર્મ દ્વારા
બાળકોમાં ઘેરઘેર ધર્મસંસ્કાર પહોંચી ગયા છે. એક ૩૩૧ માં જૈનધર્મને આબાદ
કરવા માટે બચ્ચાંને જ્ઞાન આપવાની વાત આવેલ તે પ્રત્યક્ષ થાય છે. દરેક ગામે
પાઠશાળા દ્વારા બાળકોમાં ધાર્મિકજ્ઞાનના સંસ્કાર આપવા જરૂરી છે. (આ સાથે
આફ્રિકાના એક ભાઈનો પત્ર મોકલું છું.)
* ૧૭ વર્ષનો અક યુવાન–જે આફ્રિકામાં (નૈરોબી) જ રહે છે ને હમણાં પહેલી જ વાર
ભારતમાં ત્રણ માસ માટે આવેલ છે,–જીવનમાં પહેલીવાર ગુરુદેવના દર્શન–વાણીનો
લાભ ફક્ત બેત્રણ દિવસ માટે લીધો, એનું નામ જ્યોતિન્દ્ર ધનાની, તેઓ લખે છે
કે–“પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનમાં આત્મા સિવાય બીજું કાંઈ ન મળે. જીવની વાત
સાંભળીને આપણા પણ દિલમાં આનંદ આવી જાય. પણ એ તો અંદરથી પ્રેમ હોય
તો જ આ વાત ગમે, અને આપણને ભૂલી ગયેલા આત્માને શોધવાનો વિચાર થાય.
આત્મધર્મમાં એક જગ્યાએ લખ્યું છે કે હે જીવ! હવે તો તું જાગ! એના ઉપર અડધો
પાનો લખ્યો છે. અનાદિકાળથી તું રખડશ, માટે હવે તો તું તારી બાજુ ધ્યાન કર.
પરનું તો તું ગમે તેટલું કરીશ તો એનો ફળ તને આનંદવારો નહીં આવે. પણ જો તું
કોણ છો? એ શોધીને આગળ વધશું તો આપણને ખરૂં સુખ મળશે. બીજા ઉપદેશક
લૌકિક, સાંસારિક વાત કહે