Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 44

background image
: ૩૮ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
* વિવિધ વર્તમાન *
* સોનગઢનો શ્રાવણ–ભાદરવો એટલે જાણે ધર્મની મોસમ!
* શ્રાવણમાસના શિક્ષણવર્ગમાં ૪૦૦ જેટલા મુમુક્ષુઓએ ભાગ લીધો હતો. સવારથી
સાંજ સુધી તત્ત્વજ્ઞાનનો અભ્યાસ અને ધાર્મિકચર્ચાનું વાતાવરણ રહેતું હતું.
ત્યારબાદ દસલક્ષણીપર્વ દરમિયાન પૂજનાદિ કાર્યક્રમો ઉપરાંત પ્રવચનમાં સ્વામી–
કાર્તિકેયાનુંપ્રેક્ષામાંથી દશધર્મોનું વાંચન થયું હતું. તે ઉપરાંત સવારે નિયમસાર ઉપર
તથા બપોરે નાટક–સમયસાર ઉપર પ્રવચનો થતા હતા.
સોનગઢમાં શ્રી નિર્મળાબેને (બ્ર. મૂળશંકરભાઈ દેસાઈના સુપુત્રીએ) સોળ
ઉપવાસ કરેલ, તેના પારણાપ્રસંગે ગુરુદેવનું આહારદાન તેમના ઘરે થયું હતું. તે ઉપરાંત
બીજા પણ અનેક ઉપવાસાદિ થયા હતા. અનેક બહેનોનું સુગંધીદશમીવિધાન પૂરું થતાં
તેના ઉપલક્ષમાં જિનમંદિરમાં વિવિધ ભેટો આવી હતી.
* આત્મધર્મના આ અંકમાં આપના પ્રશ્નોના જવાબ, નાટક સુનત ફાટક ખુલત હૈ–એ
લેખમાળા તથા વાંચકો સાથે વાતચીત વગેરે લેખો સ્થળસંકોચને કારણે આપી
શકાયા નથી.
* આત્મધર્મના ચાલુ વર્ષમાં વ્યવસ્થા બાબત કેટલાય વાંચકોની ફરિયાદો આવેલ હતી,
તે સંબંધમાં વાંચકોને પડેલી તકલીફ માટે દિલગીર છીએ. અને વ્યવસ્થા જેમ બને
તેમ સુધારો થાય તેવો પ્રયાસ ચાલુ છે.
* હાલ આત્મધર્મનું ૨૮ મું વર્ષ ચાલે છે; તે આગામી અંકે પૂરું થશે; ને કારતક માસથી
૨૯ મા વર્ષનો પ્રારંભ થશે. નવાવર્ષનું લવાજમ ચાર રૂપિયા મોકલી આપવાનું ઘણા
જિજ્ઞાસુઓએ શરૂ કર્યું છે; આપ પણ આપનું લવાજમ જેમ બને તેમ વેલાસર,
દિવાળી પહેલાંં જરૂર મોકલી આપશો. બીજા સામાન્ય પત્રોને લવાજમની વસુલાત
માટે વી. પી. કરવાની જે મોટી તકલીફ રહે છે તે તકલીફ આપણા આત્મધર્મને નથી,
કેમકે આત્મધર્મના સૂજ્ઞ પાઠકોમાંથી મોટા ભાગના પાઠકો પોતાનું લવાજમ સામેથી
વેલાસર મોકલી આપે છે,–ને તે ‘આત્મધર્મ’ નું તથા તેના પાઠકોનું એક ગૌરવ છે.
કેટલાક જિજ્ઞાસુઓ વર્ષની અધવચ્ચેથી ગ્રાહક થાય છે તેમને પાછલા અંકો મળી
શક્તા નથી, કેમકે અંકો સિલકમાં રહેતા નથી. માટે વેલાસર લવાજમ ભરી દેવા
સૂચના છે: સરનામું : આત્મધર્મ કાર્યાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર)