Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 44

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૭ :
* સમયસારના પરમ અચિંત્ય ગંભીર મહિમાનું શું કહીએ! અહો! સમયસારના
અભ્યાસથી હૃદયના ફાટક ખૂલી જાય છે; આખો આત્મભગવાન પ્રગટ થાય છે.
સમયસારનો અભ્યાસી આખી ચૈતન્યવસ્તુને કબજે કરી લે છે. રાગ વગરનો અનંત
ગુણનો સમાજ આત્માના કબાટમાં ભર્યો છે, તે કબાટનાં દ્વાર આ સમયસાર વડે
ખૂલી ગયા છે. અહો! સમયસાર તો વીતરાગી સંતોએ અમારા હિતને માટે જ
બનાવ્યું છે. जय समयसार
* સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન મોક્ષનું કારણ છે–એ સત્ય છે, પણ એકલા સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાન વડે જ મોક્ષ થઈ જતો નથી, સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક જ્યારે સર્વસંગ–
પરિત્યાગી થઈ, મુનિપણું લઈ, મોહરહિત થઈ, શુદ્ધોપયોગી વીતરાગી ચારિત્રદશા
પ્રગટ કરે ત્યારે જ મુક્તિ થાય છે. માટે ધર્મીજીવો સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રદશાની
ભાવના ભાવે છે. ચારિત્રદશા પહેલાંં સમ્યગ્દર્શન તો હોવું જ જોઈએ. જેને સમ્યગ્દર્શન
પણ ન હોય તેણે પ્રથમ આત્માની ઓળખાણ કરીને સમ્યગ્દર્શન કરવું જોઈએ.
ગુરુદેવના ઉપકારમાં અનુમોદના–
ધ્રાંગધ્રાના એડવોકેટ ભાઈ શ્રી કેશવલાલ ડી. શાહ લખે છે કે શ્રાવણમાસના
આત્મધર્મમાં પરમ મહિમાવંત ગુરુદેવ પ્રત્યે ભાવભીની લાગણીવશ ૨૮ વર્ષના
એકધારા સત્સમાગમને કારણે જે શ્રદ્ધાંજલિ સમર્પણ કરી છે તે યથોચિત, ભવ્ય અને
કૃતકૃત્યતા સૂચક છે; તેમાં નમ્ર અને. ગંભીર ઊંડા ભાવ રહેલા છે; અને તેના દ્વારા
આત્મધર્મ માસીકના તમામ વાંચકસમુદાયના અંદરના આવા પ્રકારના ભાવોને પણ
પ્રત્યક્ષ વાચા આપેલ છે. આપનાથી સંકલન પામતું આત્મધર્મ ખરેખર ‘આત્મા’ જ
બતાવે છે. જ્ઞાનકળાનો સંગ્રહ અને અખૂટ ખજાનો પ્રત્યેક અંકમાં સભર હોય છે. પૂ.
ગુરુદેવનો આપના ઉપર અને અનેક ભવ્યજીવો ઉપર પ્રત્યક્ષ ઉપકાર છે, અને પરોક્ષપણે
પણ આત્મધર્મમાં પ્રસિદ્ધ થતા પ્રત્યેક લેખમાં પરોવાયેલ સુંદર ભાવો દ્વારા ભારતના
હજારો મુમુક્ષુ જીવો પર તેમનો ઉપકાર છે.
આત્મધર્મના ચાલુવર્ષમાં સમ્યગ્દર્શનના આઠઅંગ, તે દરેક અંગની દ્રષ્ટાંત–કથાં,
અને તેમાંથી પ્રાપ્ત થતો ઉત્તમ બોધપાઠ સરસ રીતે રજુ થાય છે, તે ધર્મ સમજનાર દરેક
જીવને નીડર બનાવીને રાડર (દીવાડાંડી) સમાન માર્ગદર્શક છે.
–વકીલ કે. ડી. શાહ.