Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 44

background image
: ૩૬ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
પુરાણોમાં વાંચતાં આપણને કેવો આનંદ થાય છે? ને કેવો ધર્મોલ્લાસ જાગે છે?
વાહ!–તો પછી એમની સાથે જ રહીને એ બધું આપણને નજરે જોવા મળે–તેના
મહિમાની શી વાત! અને તે પ્રસંગમાં આપણને કેવો ધર્મોલ્લાસ હોવો જોઈએ!
સોનગઢમાં આજે ગુરુપ્રતાપે આપણને તીર્થંકરાદિના પૂર્વભવ નજરે જોવા મળે છે એ
કેવા મહા ભાગ્ય છે! (આ સંબંધી મહત્ત્વપૂર્ણ આનંદકારી ઉદ્ગારો ગુરુદેવના
શ્રીમુખે ભાદરવા સુદ આઠમની રાત્રિચર્ચામાં નીકળ્‌યા હતા; તે પ્રસંગે મુરબ્બીશ્રી
રામજીભાઈએ અને સભાજનોએ ઘણો પ્રમોદ વ્યક્ત કર્યો હતો.)
* ચૈતન્યવસ્તુનું ઘણું માહાત્મ્ય છે; સર્વે સંતોએ ને શાસ્ત્રોએ ચૈતન્યવસ્તુનો પરમ
અદ્ભુત મહિમા ગાયો છે,–પણ તે વસ્તુ હું જ છું; તે બધોય મહિમા મારામાં જ ભર્યો
છે–આમ સ્વસન્મુખ થઈને હે જીવ! તું તારી ચૈતન્યવસ્તુની શ્રદ્ધા કર...તેને
અનુભવમાં લે. તું પોતે આવો અનુભવ કરીશ ત્યારે જ તને ધર્મીનું હૃદય અને
શાસ્ત્રનું ખરૂં રહસ્ય સમજાશે.
* ભારતમાં હજારો જીવો અત્યારે અધ્યાત્મ તત્ત્વની વાત પ્રેમથી સાંભળી રહ્યા છે. આ
સંબંધમાં ઘણીવાર ગુરુદેવ કહે છે કે–ભરતક્ષેત્રના મુમુક્ષુ જીવોનાં મહાન ભાગ્યે અત્યારે
આવો પરમસત્યમાર્ગ સ્પષ્ટ પ્રસિદ્ધિમાં આવ્યો છે. અત્યારે એવી લાયકાતવાળા જીવો છે
તેથી આવો સ્પષ્ટ દિગંબર જૈનમાર્ગ બહાર આવ્યો છે. અરે, જ્યાં જીવોની લાયકાત હોય
ત્યાં તીર્થંકર ભગવાનનું સમવસરણ પણ આકાશમાંથી આવી જાય. જુઓને,
ઋષભદેવના જીવની અને મહાવીરપ્રભુના જીવની સમ્યગ્દર્શન પામવાની લાયકાત જાગી
ત્યાં ઉપરથી ગગનવિહારી મુનિઓ ત્યાં ઊતર્યા ને એવો ધોધમાર ઉપદેશ આપ્યો, કે ત્યાં
ને ત્યાં તે જીવો સમ્યગ્દર્શન પામ્યા. ‘સાધર્મીબંધુઓ! આપણે માટે પણ અત્યારે એવો જ
સોનેરી અવસર છે...સમ્યકત્વનો અવસર છે. ’
* હું જે શ્રદ્ધા કરું છું તે શ્રદ્ધા નવી છે–અપૂર્વ છે. પણ હું જેની શ્રદ્ધા કરું છું તે મારી
ચૈતન્યવસ્તુ કાંઈ નવી નથી, આ ચૈતન્યવસ્તુરૂપ હું તો પૂર્વે પણ આવો જ શાશ્વત
હતો, ને શાશ્વત રહીશ.
* અતિ આસન્ન ભવ્ય એવા સુદ્રષ્ટિ જીવોને પોતાનો પરમભાવ સફળ થયો છે એટલે
કે અનુભવમાં આવ્યો છે...સમ્યકત્વાદિરૂપે પ્રગટ થયો છે...પોતાના પરમ ભાવનું
તેને ભાન થયું છે.