: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૫ :
** ચૈતન્યની ચર્ચાના ચમકાર **
(રાત્રિચર્ચા વગેરેમાંથી મુમુક્ષુને ઉપયોગી દોહન)
* જીવને જ્યારે–જ્યારે ધર્મની શરૂઆત કરવી હોય ત્યારે પોતાના શુદ્ધઆત્મારૂપ
સ્વદ્રવ્યના આશ્રયે જ ધર્મની શરૂઆત થાય છે; ધર્મની બીજી કોઈ રીત નથી. તે માટે
રાગથી અત્યંત પાર, અને પોતાના જ્ઞાનાદિસ્વભાવથી ભરપૂર આત્માનો પરમ
અચિંત્ય મહિમા ઓળખીને વારંવાર તેની સન્મુખ પરિણતિનો ઊંડો અભ્યાસ કરવો
જોઈએ.–ગુરુદેવ આ વાત વારંવાર ગંભીર હૃદયે કહે છે. ભાઈ! આવો અવસર
મળ્યો છે તો આત્માની દરકાર કરીને આ કામ તું કરી લે.
* સમ્યગ્દર્શન તે સ્વદ્રવ્યમાં અંતર્મુખતાથી જ થાય છે; તેમાં બીજા કોઈની, રાગની,
વ્યવહારની અપેક્ષા નથી. આવો શુભરાગ હોય તો સમ્યગ્દર્શન પમાય એમ રાગની
અપેક્ષા તેમાં નથી; સમ્યકત્વાદિ અંતર્મુખ ભાવ તો બધાય રાગથી નિરપેક્ષ છે.
* રાગની અને જ્ઞાનની અત્યંત ભિન્નતાના અભ્યાસ વગર સાચું જ્ઞાન કે સમ્યગ્દર્શન
થાય નહીં. રાગના આલંબન વગર, ઈન્દ્રિયજ્ઞાન વગર, આત્મા પોતે પ્રત્યક્ષજ્ઞાતા
થઈને સ્વસંવેદનથી પોતે પોતાને જાણે છે–એવો તેનો અચિંત્યસ્વભાવ છે. અને આ
રીતે પ્રત્યક્ષજ્ઞાતા થઈને, અતીન્દ્રિયજ્ઞાન વડે પોતે પોતાને સ્વાનુભૂતિમાં લ્યે ત્યારે
જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય છે.
* કુંદકુંદભગવાન જેવા વીતરાગી સંતના સ્વાનુભવની આનંદમય પ્રસાદીરૂપ
સમયસાર–પ્રાભૃત છે; તેનો અદ્ભુત–અચિંત્ય–અલૌકિક મહિમા કરતાં ગુરુકહાન
વારંવાર ભાવભીના ચિત્તે કહે છે કે અહો, આ સમયસાર તો અશરીરીભાવ
બતાવનારું શાસ્ત્ર છે; તેના ભાવો સમજતાં અશરીરી એવું સિદ્ધપદ પમાય છે.
કુંદકુંદપ્રભુની તો શી વાત! પણ અમૃતચંદ્ર મહારાજે પણ ટીકામાં આત્માની
અનુભૂતિના ગંભીર ઊંડા ભાવો ખોલીને જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે.
મોક્ષનો મૂળમાર્ગ આ સંતોએ જગતસમક્ષ પ્રસિદ્ધ કર્યો છે...ચૈતન્યનાં કબાટ ખોલી
નાંખ્યા છે.
* ભગવાન ઋષભદેવાદિ તીર્થંકરભગવંતો ગણધરભગવંતો વગેરે પુરાણપુરુષોના પૂર્વ
ભવોનું પવિત્ર જીવનચરિત્ર તેમજ તેમની ધર્મઆરાધનાનું અલૌકિક વર્ણન