Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 44

background image
: ૩૪ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
નવરસ
[અનુસંધાન પૃષ્ઠ ૧૬ થી ચાલુ]
લોકોને જેમાં રસ આવે તે રસમાં એવા એકાગ્ર થઈ જાય છે કે બીજું ભાન
ભૂલી જાય છે. લૌકિકરસમાં તો વિષય–કષાયનું પોષણ છે. અહીં કહે છે કે બાપુ! તારા
ચૈતન્યનો રસ કોઈ એવો અચિંત્ય છે કે તે રસના સ્વાદમાં એકાકાર થતાં જ જગત
આખાનો રસ ઊડી જાય છે. ચૈતન્યના શાંતરસમાં નવે અધ્યાત્મરસ સમાઈ જાય છે.
માટે ઉપયોગને તારા ચૈતન્યમાં એકાગ્ર કરીને તેના રસનો સ્વાદ લે. શાંતરસનો પિંડ
આત્મા, તેમાં બધા રસ સમાઈ જાય છે. એનો અનુભવ કરતાં ધર્મી કહે છે કે અહો,
આત્મા ઉપશમરસમાં તરબોળ છે. પ્રભુની સ્તુતિમાં આવે છે કે ‘ઉપશમરસ વરસે રે
પ્રભુ તારા નયનમાં.’–અહીં કહે છે કે નયનને અંતરમાં વાળીને ચૈતન્યમાં એકાગ્ર થતાં
અતીન્દ્રિય શાંતિથી ભરપૂર ઉપશમરસની અપૂર્વધારા ઉલ્લસે છે. શાંતરસના પિંડરૂપે
આત્મા પોતે પોતાને અનુભવે છે પછી આત્મા સિવાય જગતના બીજા કોઈ પદાર્થમાં
તેને રસ રહેતો નથી, આત્મા સિવાય બીજું તેને નીરસ લાગે છે; આત્માના અનુભવનો
રસ એ જ એક સાચો રસ છે, બધા રસ તેમાં આવી જાય છે. હે જીવ! તું અનંત ગુણના
સ્વાદથી ભરેલા ચૈતન્યરસનો રસિયો થઈને સ્વસંવેદનથી તેનું આસ્વાદન કર.
(સમયસારનાટક પાનું ૩૦૪)
વૈરાગ્ય સમાચાર–
* ઢસાના ભાઈશ્રી નરભેરામ મોરારજી સંઘરાજકા ભાદરવા સુદ ચોથના રોજ ઢસા
મુકામે હૃદયરોગના હુમલાથી સ્વર્ગવાસ પામ્યા છે; તેમને ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ હતો.
* કોઠારી દેવસીભાઈ રામજીના ધર્મપત્ની ચંચળબેન શ્રાવણ વદ ત્રીજે સોનગઢ
મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અનેક વર્ષોથી સોનગઢ રહેતા હતા.
* સુદાસણા નિવાસી ભાઈશ્રી વાડીલાલ ભીખાલાલ મહેતા (ઉ. વર્ષ ૬૦) તા.
૫–૮–૭૧ ના રોજ સુદાસણા મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. મુંબઈના જિનમંદિરે
શાસ્ત્રવાંચનમાં તેઓ હંમેશા આવતા હતા.
* રાજકોટના અમૃતલાલ રણછોડદાસના ધર્મપત્ની અજવાળીબેન (ઉ. વર્ષ
૬૯) શ્રાવણ વદ ૧૩ ના રોજ મદ્રાસમુકામે સ્વર્ગવાસ પામ્યા.
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મશાંતિ પામો.