: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૩ :
જે દિવસે આ બનાવ બન્યો તે દિવસે શ્રાવણ સુદ પૂનમ હતી. વિષ્ણુકુમાર
મુનિરાજના મહાન વાત્સલ્યને લીધે ૭૦૦ મુનિઓની તથા ધર્મની રક્ષા થઈ તેથી તે
દિવસ ‘રક્ષાપર્વ’ તરીકે પ્રસિદ્ધ થયો, તે આજે પણ ઉજવાય છે.
મુનિરક્ષાનું પોતાનું કામ પૂરૂં થયું, એટલે વેષ છોડીને વિષ્ણુકુમારે ફરીથી
મુનિદશા ધારણ કરી, અને ધ્યાનવડે પોતાના આત્માને શુદ્ધ રત્નત્રયધર્મ સાથે અભેદ
કરીને એવું વાત્સલ્ય કર્યું કે અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યા.
[વિષ્ણુમુનિરાજની આ કથા આપણને એમ શીખવે છે કે ધર્માત્મા
સાધર્મીજનોને પોતાના જ સમજીને તેમના પ્રત્યે અત્યંત પ્રીતિરૂપ વાત્સલ્ય રાખવું;
તેમના પ્રત્યે આદર–સન્માનપૂર્વક દરેક પ્રકારે મદદ કરવી; તેમના ઉપર કંઈ સંકટ
આવી પડે તો પોતાની શક્તિથી તેનું નિવારણ કરવું. આ રીતે ધર્માત્મા પ્રત્યે
અત્યંત પ્રીતિસહિત વર્તવું. જેને ધર્મની પ્રીતિ હોય તેને ધર્માત્મા ઉપર પણ પ્રીતિ
હોય જ; ધર્માત્મા ઉપરનું સંકટ તે દેખી શકે નહીં.]
* * * * * *
ભદ્ર
તારું પરમેશ્વરપણું તારામાં છે એમ સંતો બતાવે
છે– તેનો વિશ્વાસથી સ્વીકાર કર. એકવાર
શ્રીમદ્રાજચંદ્રજીએ કોઈ ભરવાડલોકમાં અનુકરણની
જિજ્ઞાસાબુદ્ધિ દેખીને તેઓને કહ્યું કે ‘ભાઈઓ! આંખો
મીંચી જાઓ, ને અંદર હું પરમેશ્વર છું–એમ વિચાર કરો. ’
તે ભરવાડ ભદ્ર હતા, તેમણે એ વાતમાં શંકા કે પ્રતિકાર ન
કર્યો, પણ વિશ્વાસથી એમ વિચાર્યું કે આ કોઈ મહાત્મા છે
ને અમને અમારા હિતની કંઈક અપૂર્વ વાત કહે છે;
જગતના જીવો કરતાં આમની ચેષ્ટા કંઈક જુદી લાગે છે.
તેમ હે ભદ્ર! અહીં કુંદકુંદસ્વામી જેવા પરમહિતકારી સંતો
અને તારું સિદ્ધપણું બતાવે છે, તો તું ઉલ્લાસથી તેની હા
પાડ, ને હું સિદ્ધ છું–એમ તારા આત્માને ચિંતનમાં લે.