: ૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
* સર્વ અપરાધના અભાવરૂપ શુદ્ધ પ્રાયશ્ચિત્ત *
श् [સ્વાત્માના ચિંતન વડે જ્ઞાનની વિશેષ ઉજ્વળતા તે જ પ્રાયશ્ચિત છે]
નિયમસાર નિશ્ચય–પ્રાયશ્ચિત્ત અધિકાર : ભાદરવા વદ ત્રીજ તથા ચોથ
શુદ્ધઆત્માની ભાવના વડે પ્રાયશ્ચિત્ત થાય છે. શુદ્ધઆત્માની સન્મુખ થઈને તેને
ભાવતાં પુણ્ય–પાપરૂપ કલુષતાનો છેદ થાય છે ને જ્ઞાનની વિશુદ્ધિરૂપ ઊજ્વળતા પ્રગટે
છે, તેથી શુદ્ધાત્માની ભાવના તે જ ઉત્તમ પ્રાયશ્ચિત્ત છે.
જે ભાવથી આત્માને દુઃખ થયું, અશુદ્ધતા થઈ, અપરાધ થયો તે મલિન ભાવ
જેનાથી છેદાય, અને ચિત્તની વિશેષ શુદ્ધિ થાય તે સાચું પ્રાયશ્ચિત છે. શુદ્ધ–સ્વભાવની
ભાવનારૂપ નિર્મળપરિણામ તે જ પ્રાયશ્ચિત છે.
શુદ્ધઆત્મા દ્રવ્યકર્મ–ભાવકર્મ–નોકર્મરહિત છે; એવા આત્માને ઓળખીને તેમાં
એકાગ્રતારૂપ વીતરાગપરિણામ તે નિશ્ચયથી મહાવ્રત છે. મહાવ્રત, સમિતિ, પ્રાયશ્ચિત,
સામયિક, આલોચના વગેરે બધું ધ્યાનમાં જ સમાય છે. શુદ્ધઆત્માનું ધ્યાન તે જ
નિશ્ચયથી મહાવ્રતરૂપ ચારિત્ર છે, શુદ્ધઆત્માનું ધ્યાન જ સામાયિક છે, શુદ્ધઆત્માનું
ધ્યાન જ પ્રાયશ્ચિત્ત છે, શુદ્ધઆત્માનું ધ્યાન જ પરમ અહિંસા છે. શુદ્ધઆત્માના આશ્રયે
નિશ્ચયધર્મધ્યાન થતાં સર્વે પરભાવો છૂટી જાય છે, માટે ધ્યાનમાં જ બધા ધર્મો સમાઈ
જાય છે. તેથી આચાર્યદેવ કહે છે કે–
આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને,
ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. (૧૧૯)
પરભાવનું અવલંબન તેમાં તો શુભાશુભ ભાવરૂપ અપરાધની ઉત્પત્તિ છે; તેથી
પરાલંબી ભાવવડે રાગાદિ દોષનો છેદ થતો નથી. રાગાદિ સર્વે દોષોનો છેદ, ને નિશ્ચય
મહાવ્રતાદિ વીતરાગીભાવોની ઉત્પત્તિ શુદ્ધસ્વદ્રવ્યના અવલંબને જ થાય છે. તેથી
શુદ્ધાત્માને અવલંબનારી જે વિશેષપરિણતિ છે તે પ્રાયશ્ચિત્ત છે, તે સંવર છે, તેમાં
ઈંદ્રિયનો નિરોધ છે.
અનીન્દ્રિય એવા આત્માનું ઈંદ્રિયનો યાતીત પરિણમન તે સંયમ છે. તે વિશુદ્ધ