: ૪૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
ગ્રાહકોને સૂચના –
* આપણા આત્મધર્મનું ૨૯મું વર્ષ આ કારતક માસથી શરૂ થશે; તેના અંકો દરેક
અંગ્રેજી મહિનાની પચીસમી તારીખે પોસ્ટ થશે. પણ તેનું છાપકામ તો દશમી
તારીખથી શરૂ થઈ જાય છે,–માટે દશમી તારીખ પહેલાં આપનું લવાજમ સોનગઢ
પહોંચાડો, જેથી અંકની નકલ કેટલી વધુ છાપવી તે ખ્યાલમાં આવે.
* ચાલુ ગ્રાહકો તો બધાય પોતાનું લવાજમ સમયસર મોકલી જ દેશે, તેનો વિશ્વાસ છે;
તે ઉપરાંત તમારા સ્નેહી–મિત્રજનોને પણ ચૈતન્યની આ અમૂલ્ય વાનગીનો સ્વાદ
ચખાડવા માટે તેમને આત્મધર્મ મોકલો.
* આ વર્ષે અનેક સુંદર પુસ્તકો ભેટ મળવાના છે. આ સંબંધમાં એટલું ધ્યાનમાં લેવું
જરૂરી છે કે–પુસ્તકો ભેટ આપતી વખતે જેટલા ગ્રાહકો નોંધાયેલા હશે તે ગ્રાહકોને
જ તે પુસ્તક ભેટ મળશે. પાછળથી થનાર ગ્રાહકોને માટે ભેટપુસ્તક મળવાની કોઈ
બાંહેધરી નથી.
* આત્મધર્મના અંકો મર્યાદિત સંખ્યામાં છપાય છે, જુના અંકો વિશેષ સ્ટોકમાં રહેતા
નથી; એટલે વર્ષની અધવચ્ચે થનારા ઘણા ગ્રાહકોને શરૂઆતના અંકો મળવાનું
મુશ્કેલ બની જાય છે.
* અંક દરમહિને પચીસમી તારીખે નિયમિત રવાના થશે; પહેલી તારીખ સુધીમાં
આપને અંક ન મળે તો તરત જ અઠવાડિયામાં જ ખબર આપો, એટલે આપને
બીજો અંક તત્કાળ મોકલી આપીશું.–પણ એક શરત? કે પત્રમાં આપનું પૂરું
સરનામું લખવું. આપે લવાજમ તો ભર્યું છે ને! તેની પણ ખાતરી કરી લેશોજી.
(આ વર્ષે સંપાદક પોતે આ વ્યવસ્થામાં ધ્યાન આપશે; તેમાં સહકાર માટે અંક
સંબંધી ફરિયાદ વધુમાં વધુ એકમાસની અંદર લખવી જરૂરી છે.)
* આત્મધર્મના સુધારા–વધારા બાબત આપ જે કાંઈ સહકાર–સલાહ–સૂચના આપવા
માંગતા હો તે સંપાદક ઉપર ખુશીથી લખી શકો છો.
[સંપાદક–આત્મધર્મ, સોનગઢ સૌરાષ્ટ્ર]
અમારી આ બધી નાનકડી સૂચનાઓનો અમલ કરવો તે આપને માટે સાવ
સહેલું છે; પણ આપનો આટલો સહકાર અહીં સંસ્થામાં અમને વ્યવસ્થામાં ખૂબ
ઉપયોગી થાય છે. આત્મધર્મના ગૌરવવંતા ગ્રાહકો પ્રત્યે આટલી સૂચનાથી વિશેષ
કહેવાની જરૂર રહેતી નથી. – जयजिनेन्द्र