Atmadharma magazine - Ank 336
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 44

background image
આપણી વાત
[સંપાદકીય]
અહા, જગતમંગલકારી આપણા જૈનશાસનમાં આત્માના પરમ હિતનો જે માર્ગ
તીર્થંકર ભગવંતોએ પ્રકાશ્યો, કુન્દકુન્દઆચાર્યદેવ જેવા વીતરાગ સંતોએ જે
વીતરાગમાર્ગનો પ્રવાહ વહેતો રાખ્યો, અને કુન્દકુન્દપ્રભુના એ વીતરાગમાર્ગને શ્રી
કહાનગુરુ આજે આપણી સમક્ષ આ ભરતક્ષેત્રમાં પ્રકાશી રહ્યા છે–તે મહાન આનંદની
વાત છે. વિદેહમાં સદાય વહેતો ધર્મપ્રવાહ આજે આપણને આ ભરતક્ષેત્રમાં પણ મળી
રહ્યો છે.
બંધુઓ, આ ભરતક્ષેત્રમાં ચોથાકાળ જેવા ધર્મકાળમાં પણ વચ્ચેવચ્ચે અસંખ્ય
વર્ષો સુધી ધર્મનો વિરહ થઈ ગયો હતો એટલે જૈનધર્મના વક્તા કે શ્રોતા કોઈ
સમ્યગ્દ્રષ્ટિ જીવ અસંખ્યવર્ષ સુધી આ ભરતક્ષેત્રમાં ન હતા; એ રીતે ચોથા કાળમાંય
દુર્લભ એવો આ જૈનધર્મ અત્યારે આ પંચમકાળે પણ આપણને કહાનગુરુના શ્રીમુખે
નિરંતર સાક્ષાત્ સાંભળવા મળી રહ્યો છે, અને સ્વાનુભવથી તે માર્ગને સાધનારા
સમ્યગ્દ્રષ્ટિ જીવો સાક્ષાત્ નજરે જોવા મળે છે,–તો શું ઓલા ચોથાકાળ કરતાંય આપણે
આ પંચમકાળમાં વધારે ભાગ્યશાળી નથી?
ગુરુદેવ જે પરમ શાંતિનો વીતરાગમાર્ગ દેખાડે છે, ચૈતન્યમહિમાનો જે દરિયો
રોજરોજ ઉલ્લસાવે છે, તેમાંથી ઝીલીને થોડીસી મધુરી વાનગી આપણું આ આત્મધર્મ
ઘરેઘરે પહોંચાડે છે, મુમુક્ષુઓ આનંદથી તે વાંચે છે.....તે વાંચીને, તેમાં ગુરુદેવે બતાવેલો
વીતરાગમાર્ગ જાણીને આપણને ઘણો આહ્લાદ થાય છે, બહુમાન આવે છે.
આવા ‘આત્મધર્મ’ ની વ્યવસ્થામાં સાથ આપવો, તેનો આદર કરવો, તેની
પ્રભાવના કરવી તે પણ મુમુક્ષુનું પ્રિય કામ છે. આ કાર્ય માટે આત્મધર્મ આપની પાસેથી
નીચેની થોડીક અપેક્ષા રાખે છે–
આ અંક મળ્‌યા પછી એક જ અઠવાડીયામાં આપ આપનું લવાજમ ચાર રૂપિયા
નીચેના સરનામે મોકલી આપશો– [આત્મધર્મ કાર્યાલય, સોનગઢ સૌરાષ્ટ્ર]
–વિશેષ સૂચનાઓ સામે પાને ફરીથી વાંચો.