ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
* ચૈતન્યની ચર્ચાના ચમકારા *
* જ્ઞાન જગતનું શિરતાજ છે; જ્ઞાન આનંદનું ધામ છે.
* જ્ઞાનની અચિંત્ય મહાનતા પાસે રાગાદિ પરભાવોનું કાંઈ જોર ચાલતું નથી, જ્ઞાનથી
તે સર્વે પરભાવો જુદા જ રહે છે, બહાર જ રહે છે. જ્ઞાન તો કોઈ પરભાવથી ન
દબાય એવું ઉદ્ધત છે–મહાન છે. આવા જ્ઞાનપણે જ હે જીવ! તું તને ચિંતવ.
* વાહ રે વાહ, મોક્ષમાર્ગી સંતો! કેટલો તમારો મહિમા કરું? તમારી ચેતનાનો અગમ
અપાર મહિમા તો સ્વાનુભૂતિગમ્ય છે....એવી સ્વાનુભૂતિવડે આપનો સત્યમહિમા
કરું છું. વિકલ્પ વડે તો આપના મહિમાનું માપ ક્યાં થઈ શકે છે?
* સ્વાનુભૂતિની નિર્મળપર્યાયરૂપ માર્ગદ્વારા હે જીવ! તું તારા ચૈતન્યના આનંદ–
સરોવરમાં પ્રવેશ કર.
* જીવને સાચો સંતોષ ત્યારે જ થાય કે જ્યારે પોતાના પરમ તત્ત્વને, પોતામાં જ
દેખે.... ને પરને પોતાથી ભિન્ન દેખે.
* હે જીવ! જે કામ કરવાથી તને આત્માનો આનંદ પ્રાપ્ત થતો હોય–તે કાર્ય હમણાં જ
કરી લે; તેમાં વિલંબ ન કર.
* તારા ઉપયોગને તારા અંતરમાં લઈ જા–કે તરત જ તને આનંદની અનુભૂતિ થશે.
આ અનુભૂતિના પંથ જગતથી ન્યારા છે.
* ‘હું કોણ? ’ ‘હું’ એટલે જ્ઞાન ને આનંદ; હું એટલે રાગ કે શરીર નહીં.–આવી
અર્ન્ત પરિણતિવડે આત્મા પ્રાપ્ત થાય છે.
* મારે મારા આત્માના જ્ઞાનસ્વભાવ સાથે કામ છે, બીજા કોઈ સાથે મારે કામ નથી.
મારા સ્વભાવમાં ઊંડો ઉતરીને તેને એકને જ હું સદાય ભાવું છું, તેનો જ વારંવાર
પરિચય કરું છું.
* ધર્મીને સર્વજ્ઞભગવાનનો વિરહ નથી; અંતરના સર્વજ્ઞસ્વભાવને ઓળખીને પોતે
ભગવાનના માર્ગમાં આવી ગયો છે; ભગવાનને સાક્ષાત્ ભેટીને રીઝવી લીધા છે.
મુમુક્ષુજીવે અંતર્મુખ થઈને વારંવાર ક્ષણેક્ષણે પરમ મહિમાપૂર્વક શુદ્ધજ્ઞાનની સમ્યક્
અનુભૂતિ કરવા જેવી છે. તે અનુભૂતિમાં જ સાક્ષાત્ ભગવાનનો ભેટો થાય છે.
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૨૮૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) આસો : (૩૩૬)