Atmadharma magazine - Ank 337
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >

Download pdf file of magazine: http://samyakdarshan.org/DcYn
Tiny url for this page: http://samyakdarshan.org/GV4kcT

PDF/HTML Page 41 of 49

background image
: ૩૮ : આત્મધર્મ કારતક: ૨૪૯૮:
આત્મા અખંડ જ્ઞાનદર્શનસ્વરૂપ તે પવિત્ર છે; પુણ્ય–પાપ તો મેલાં છે, સ્વ–પરને
જાણવાની તાકાત તેનામાં નથી. ને ભગવાન આત્મા તો પોતે પોતાને તેમજ પરને પણ
જાણે એવો ચેતકસ્વભાવી છે.–આવા આત્માની સન્મુખ થઈને તેની શ્રદ્ધા અને અનુભવ
કરતાં જે સમ્યગ્દર્શન થયું તેનો મહાન પ્રતાપ છે. સમ્યગ્દર્શન વગરનુ છું તો એકડા
વગરના મીંંડા જેવું છે, ધર્મમાં તેની કાંઈ કિંમત નથી. સમ્યગ્દ્રષ્ટિને અંદર ચૈતન્યના
શાંતરસનું વેદન છે અહા, એ શાંતિના અનુભવની શી વાત! શ્રેણીક રાજા અત્યારે
નરકમાં રહ્યા છતાં સમ્યગ્દર્શનના પ્રતાપે ત્યાનાં દુઃખથી ભિન્ન એવા ચૈતન્યસુખનું
વેદન પણ તેમને વર્તી રહ્યું છે. પહેલાંં મિથ્યાત્વદશામાં મહાપાપથી તેમને સાતમી નરકનુ
અસંખ્ય વર્ષોનું આયુ બાંધી લીધું, પણ પછી મહાવીરપ્રભુના સમવસરણમાં તેઓ
ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા ને સાતમી નરકનું આયું તોડીને પહેલી નરકનું અને તે પણ
માત્ર ૮૪૦૦૦ વર્ષનું કરી નાખ્યું. તેઓ રાજગૃહીના રાજા ગૃહસ્થાશ્રમમાં અવ્રતી હતા
છતાં ક્ષાયિક સમ્યગ્દર્શન પામ્યા; નરકગતિ ન ફરી પણ તેની સ્થિતિ તોડીને
અસંખ્યાતમા ભાગની કરી નાંખી. નરકની ઘોર યાતનાઓ વચ્ચે પણ તેનાથી અલિપ્ત
એવી સમ્યગ્દર્શન–પરિણતિનું સુખ તે આત્મા વેદી રહ્યો છે.–બાહર નારકીકૃત દુઃખ
ભોગે, અંતર સુખરસ ગટાગટી’ આ રીતે સમ્યગ્દર્શન સહિત જીવ નરકમાં પણ સુખી
છે; ને સમ્યગ્દર્શન સહિત નો નરકવાસ પણ ભલો છે, ને સમ્યગ્દર્શન વગરનો દેવલોકમાં
વાસ પણ ઈષ્ટ નથી. એટલે કે જીવને સર્વત્ર સમ્યગ્દર્શન જ ઈષ્ટ છે, ભલું છે, સુખકર છે;
એના વિના ક્યાંય જીવને સુખ નથી. સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આત્મરસનું વેદન છે;
દેવોના અમૃતમાં પણ તે આત્મરસનું સુખ નથી. મનુષ્યજીવનની સફળતા સમ્યગ્દર્શનથી
જ છે; સ્વર્ગ કરતાંય સમ્યગ્દર્શન શ્રેષ્ઠ છે...ત્રણલોકમાં સમ્યગ્દર્શન શ્રેષ્ઠ છે. જ્ઞાન અને
ચારિત્ર પણ સમ્યગ્દર્શન સહિત હોય ત્યારે જ શ્રેષ્ઠતાને પામે છે.
નરકમાં પણ શ્રેણીકને ભિન્ન આત્માનું ભાન છે ને સમ્યક્ત્વના પ્રતાપે નિર્જરા
થયા કરે છે; તથા ત્યાં પણ નિરંતર તેમને તીર્થંકરપ્રકૃતિ બંધાયા કરે છે. નરકમાંથી
નીકળીને તેઓ ભરતક્ષેત્રમાં હવેની ચોવીશીમાં પહેલાં તીર્થંકર થશે. તેમના ગર્ભાગમન
પહેલાંં છ મહિને અહીં ઇંંદ્ર–ઈન્દ્રાણી તેમના માતા–પિતાની સેવા કરવા આવશે ને
રત્નવૃષ્ટિ કરશે; તે તો હજી નરકમાં હશે. પછી માતાના પેટમાં આવશે ત્યારે પણ