ફોન નં. ૩૪ “આત્મધર્મ” Regd. No. G. BV. 10
આ ત્મ ધ ર્મ
(૨૯માં વર્ષનો પ્રારંભ)
આત્માર્થની પુષ્ટિ કરવી એ જ એનું ધ્યેય છે એવું આપણું આ આત્મધર્મ
માસિક શ્રી વીતરાગી દેવ–ગુરુ–ધર્મની મંગલછાયામાં આજે ૨૯માં વર્ષમાં
પ્રવેશી રહ્યું છે. આ પ્રસંગે શ્રી દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે પરમ ભક્તિથી ઉપકાર–
લાગણીપૂર્વક અભિવંદના કરીએ છીએ, ને મુમુક્ષુ સાધર્મીજનો પ્રત્યે
ધર્મપ્રેમસહિત અભિનંદન પાઠવીએ છીએ.
આજે પૂ. શ્રી કહાનગુરુ આપણને જૈનધર્મનું સ્વરૂપ સમજાવીને
આત્મહિતનો જે અંતર્મુખી માર્ગ બતાવી રહ્યા છે તે જ આ આત્મધર્મ દ્વારા
મુમુક્ષુઓને પીરસવામાં આવે છે. ભારતના હજારો મુમુક્ષુઓ આજે હોંશથી
તેનો લાભ લઈ રહ્યા છે.
કારતકથી આસો સુધીનું વાર્ષિક લવાજમ ચાર રૂપિયા છે. અંક દરમહિને
પચીસમી તારીખે નિયમિત રવાના થાય છે. સંસ્થાના મેનેજર શ્રી
કાન્તિભાઈ ભાયાણી તથા સંપાદક શ્રી પોતે આ વખતે વ્યવસ્થામાં
દેખરેખ રાખી રહ્યા છે, તેથી અવ્યવસ્થા થવાનો સંભવ નથી; તેમ છતાં
પહેલી તારીખ સુધીમાં અંક ન મળે તો અઠવાડિયામાં ખબર આપવાથી
બીજો અંક મોકલી આપવામાં આવશે. તે માટે પોતાનું પૂરું સરનામું તથા
ગ્રાહકનંબર લખવાની ખાસ ભલામણ છે. આત્મધર્મની પહોંચનો જે નંબર
હોય તે જ ગ્રાહકનંબર સમજવો; તેમજ દરેક આત્મધર્મના પેકિંગ ઉપર
પણ આપના સરનામા સાથે ગ્રાહકનંબર લખાય છે.
આ વર્ષે ત્રણહજાર ગ્રાહકો થવાનો અંદાજ છે. બે હજાર ઉપરાંત ગ્રાહકોનાં
લવાજમ આવી ગયા છે. બાકીનાં પણ હજી વેલાસર મોકલીને વ્યવસ્થામાં
સાથ આપશે એવી આશા છે. આત્મધર્મ કાર્યાલય. સોનગઢ (સૌ.)
પ્રકાશક: શ્રી દિ. જૈન સ્વા. મંદિર ટ્રસ્ટ. સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૩૦
મુદ્રક: મગનલાલ જૈન અજિત મુદ્રણાલય; સોનગઢ સોનગઢ (સૌરાષ્ટ્ર) કારતક: (૩૭)