Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 45

background image
: ૮: આત્મધર્મ ૨૪૯૮: માગશર
અપૂર્વ સાધકભાવ સહિત સમયસારની શરૂઆત
સાધકના આત્મામાં સિદ્ધપ્રભુ પધાર્યા છે
હે પ્રભો! જેમ આપ સિદ્ધભગવંતોને આત્મામાં
સ્થાપીને સ્વાનુભૂતિના મહાન વૈભવથી આ સમયસારમાં
શુદ્ધાત્માં દેખાડો છો...તેમ આપની આજ્ઞાઅનુસારી અમે પણ,
અમારા જ્ઞાનમાંથી રાગને કાઢી નાંખીને, જ્ઞાનમાં સિદ્ધ
ભગવાનને પધરાવીને, સ્વાનુભૂતિના બળથી આપે બતાવેલા
શુદ્ધાત્માને પ્રમાણ કરીએ છીએ...આ રીતે ગુરુ–શિષ્યની અપૂર્વ
સંધિપૂર્વક સમયસાર સાંભળીએ છીએ.
હવે સમયસારમાં અપૂર્વ મંગલાચરણની પહેલી ગાથાનો અવતાર થાય છે
वंदितु सव्वसिद्धे धु्रवमचलमणोवमं गई पत्ते।
वोच्छामि समयपाहुडम् इणमो सुयकेवली भणियं।। १।।
ભગવાન સૂત્રકાર કુંદકુંદાચાર્ય પોતે મંગળ છે, તેમનું કહેવું આ સૂત્ર પણ મંગળ
છે ને તેમાં કહેલો શુદ્ધાત્માનો ભાવ તે પણ મંગળ છે. તેની શરૂઆતમાં સિદ્ધભગવંતોને
વંદનપૂર્વ અપૂર્વ મંગલ કર્યું છે.
અહો, સિદ્ધભગવંતો! પધારો...પધારો...પધારો! મારા જ્ઞાનમાં હું
સિદ્ધભગવંતોને પધરાવું છું. કેટલા સિદ્ધભગવંતો? અનંતા સિદ્ધ ભગવંતો. પરમાર્થે
સિદ્ધ જેવું જે શુદ્ધ આત્મસ્વરૂપ, તેની નિર્વિકલ્પ અનુભૂતિ તે અભેદરૂપ ભાવનમસ્કાર
છે...તેમાં વંદ્ય–વંદકનો ભેદ નથી.
અતીન્દ્રિય આનંદને પામેલા જે અનંત સિદ્ધો, તેમને હું મારા જ્ઞાનમાં સ્વીકારું છું;
અનંતા સિદ્ધોને વિશ્વાસમા લઈને, મારી જ્ઞાનપર્યાયમાં પણ સિદ્ધને સ્થાપું છું.