પોતે પણ એવો જ મોટો છે...કે અનંતા સિદ્ધોને એક જ્ઞાનપર્યાયમાં સમાવી દે. અહો!
અદ્ભુત આનંદકારી જેનું કથન છે–એવા સમયસારના મંગળમાં અનંતા સિદ્ધભગવંતોને
આમંત્રું છું.
અનાદિનિધન જિનવાણીરૂપ શ્રુત તે શાસ્ત્ર;
શ્રુતકેવળી ભગવંતો તે ગુરુ;
તમે બહુમાનથી સાંભળજો, અને સ્વાનુભૂતિ વડે પ્રમાણ કરજો.–આવા અપૂર્વ
મંગળપૂર્વક આચાર્યદેવ કુંદકુંદભગવાન આ સમયસાર શરૂ કરે છે.
થઈ ગઈ છે–એવા સાધકભાવસહિત આ સમયસાર કહેવાય છે. આત્મામાં સાધકભાવ
શરૂ થયો છે તે પોતે અપૂર્વ મંગળ છે. આવા મંગળપૂર્વક સમયસાર શરૂ થાય છે.
સિદ્ધભગવાનની પરમાર્થ સ્તુતિ કરી. એકલા વિકલ્પમાં સિદ્ધને સ્થાપવાની તાકાત નથી,
વિકલ્પથી પાર થઈને જ્ઞાનમાં સિદ્ધને સ્થાપ્યા છે. પાંચમી ગાથામાં આચાર્યદેવ કહેશે કે
હે ભાઈ! અમે સ્વાનુભૂતિથી શુદ્ધ આત્મા દેખાડીએ છીએ, તમે સ્વાનુભવથી તે પ્રમાણ
કરજો. વિકલ્પથી હા પાડીને ન અટકશો, પણ સ્વાનુભવ દ્વારા પ્રમાણ કરજો...‘પછી
અનુભવ કરજો–’ એમ નહીં, પણ અમે અત્યારે કહીએ છીએ અને તમે પણ અત્યારે જ
સ્વાનુભવ કરીને પ્રમાણ કરજો. પ્રવચનસારમાં પણ છેલ્લે કહે છે કે હે જીવો! આવા
આનંદમય ચૈતન્યતત્ત્વને તમે આજે જ અનુભવો! નિર્વિકલ્પ થઈને આત્માને
અનુભવવાનો આ ઉત્તમ કાળ છે...બીજું બધું ભૂલી જા...નિર્વિકલ્પ થઈને આત્માને
અનુભવમાં આજે જ લે. તારાથી આજે જ થઈ શકે તેવું છે.