પણ મોટી જ હોય ને? રાગથી પાર ચૈતન્યના અતીન્દ્રિય પરમ આનંદરૂપે પરિણમેલા
મહાન સિદ્ધભગવંતો, તે સિદ્ધભગવંતોની સરભરા કાંઈ રાગવડે–વિકલ્પવડે ન
થઈ શકે, એમની સરભરા તો રાગથી પાર, આનંદમય અનુભૂતિવડે જ થાય છે. એવી
અનુભૂતિ વગર સિદ્ધભગવાન આત્માના આંગણે આવે નહીં. અહીં તો સાધક કહે છે કે
અમે સિદ્ધને બોલાવીને, સિદ્ધ જેવા શુદ્ધઆત્માની સ્વાનુભૂતિવડે અપ્રતિહતભાવે મોક્ષ
લેવા ઊપડ્યા છીએ...હવે અમારી દશા પાછી ફરે નહીં, સિદ્ધપદ સાધવામાં વચ્ચે વિઘ્ન
આવે નહીં.
એટલે શ્રવણ કરીને સ્વાનુભવ સુધી પહોંચે એવા જ શ્રોતા લીધા છે. એકલું શ્રવણ
કરીને, કે પરલક્ષે હા પાડીને અટકીશ નહીં, પણ શ્રુતજ્ઞાનની ધારાને અંતરમાં શુદ્ધાત્મા
તરફ લંબાવીને સ્વાનુભવ કરજે. વચન અને