Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 45

background image
: ૧૨: આત્મધર્મ ૨૪૯૮: માગશર
વિકલ્પ છતાં અમે (વક્તા) તેમાં અટકતા નથી, તે જ વખતે તેનાથી પાર
ભાવશ્રુતધારા અંતરમાં પરિણમી રહી છે.–આવી જ્ઞાનધારાપૂર્વક આ સમયસાર કહેવાય
છે. ભાવશ્રુતની ધારા તે ભાવવચન છે, ને દ્રવ્યશ્રુતમાં તે નિમિત્ત છે. એટલે આમાં એ
વાત પણ આવી કે જેના અંતરમાં આવી સ્વાનુભૂતિરૂપ ભાવશ્રુતની ધારા વર્તે છે તે જ
આ સમયસારનો ઉપદેશ દઈ શકે છે. જેના અંતરમાં રાગથી ભિન્ન ભાવશ્રુતની ધારા
નથી તેના હૃદયમાં સિદ્ધની ભાવસ્તુતિ નથી, ને તે જીવ સમયસારનો યથાર્થ ઉપદેશ
આપી શક્તો નથી.
અહા, સમયસારમાં ગંભીર ઊંડા ભાવો ભર્યા છે. પરમાત્માના ઘરની આ કથા
છે....ને કહેનારના હૃદયમાં પરમાત્મા બિરાજે છે–પોતાના પરમાત્માના સ્વાનુભવસહિત
આ વાણી નીકળે છે. વાણી તો વાણીના કારણે પરિણમે છે, પણ તે પરિણમન વખતે
પાછળ આત્માના સમ્યક્ભાવશ્રુતનું પરિણમન નિમિત્તરૂપે વર્તે છે. જ્ઞાનની અનુભૂતિને
અનુસરતી વાણી નીકળશે. કુંદકુંદાચાર્યદેવના હૃદય આ સમયસારમાં ભર્યાં છે. અહા,
ભરતક્ષેત્રમાં કેવળી ભગવાનની વાણી આ સમયસારમાં રહી ગઈ છે; તેના ભાવ
સમજતાં કેવળી પ્રભુના વિરહ ભૂલાઈ જાય છે.
એકકોર યથાસ્થાને સૂત્રો ગોઠવાતા જાશે...ને તે જ વખતે આત્મામાં અંદર
ભાવશ્રુતજ્ઞાનની ધારાનું પરિણમન ચાલશે...શુદ્ધાત્માને ઝીલતી અનુભૂતિસહિત વાણીનું
પરિણમન છે,–એ રીતે ભાવવચન ને દ્રવ્યવચનની સંધિપૂર્વક આ સમયસારનું
પરિભાષણ શરૂ થાય છે.
સમયસારની શરૂઆત એટલે તો સિદ્ધપદ તરફનાં પગલાંની શરૂઆત!
આરાધકભાવની અપૂર્વ શરૂઆત થાય એવું આ સમયસારનું મંગળ છે.
વાહ! કુંદકુંદપ્રભુને પવિત્રતા સાથે પુણ્યનો પણ અદ્ભુત યોગ તો જુઓ! આ
પંચમકાળના માનવી, દેહસહિત વિદેહમાં જાય ને સાક્ષાત્ તીર્થંકર પરમાત્માના દર્શન કરે,
કેવળી અને શ્રુતકેવળી ભગવંતોની વાણી સાંભળે–એ તે કેવો અદ્ભુત યોગ! અને વળી
જગતના ભાગ્યે તે પ્રભુએ કેવળી અને શ્રુતકેવળી ભગવંતોની વાણી સાંભળે–એ તે કેવો
અદ્ભુત યોગ! અને વળી જગતના ભાગ્યે તે પ્રભુએ કેવળી અને શ્રુતકેવળી
ભગવંતોની તે વાણી આ સમયસારરૂપે ગૂંથી, અખંડધારાએ તે સમયસાર પૂરું થયું... ને
ગુરુપ્રતાપે આજે બે હજાર વર્ષે પણ તે અખંડ