આ સમયસારના શ્રોતા પણ ભાવસ્તુતિ અને દ્રવ્યસ્તુતિવડે પોતાના જ્ઞાનમાં
આત્મામાં સિદ્ધને સ્થાપીને આ સમયસાર સંભળાવું છું. અહો, સમયસારનો એકેક શ્લોક
અચિંત્ય મંગળરૂપ, અચિંત્યસ્વભાવને જણાવનાર છે. એનું યથાર્થ શ્રવણ કરતાં (જ્યારે
વાચ્યરૂપ શુદ્ધાત્મા તરફ ઉપયોગ ઝૂકે ત્યારે જ યથાર્થ શ્રવણ કહેવાય, એવું યથાર્થ શ્રવણ
કરતાં) ચૈતન્યના અગાધ નિધાન પોતામાં દેખાય છે, આનંદના સ્વસંવેદનરૂપ અપૂર્વ
આત્મવૈભવ પ્રગટે છે. શુદ્ધઆત્માને જ સાધ્યરૂપ સ્થાપીને, તેના પ્રતિબિબરૂપ
સિદ્ધભગવાનની સ્તુતિ કરી છે. આવા ધ્યેયે જે ઊપડ્યો તે વિજયવંત છે.
તેનાથી છૂટીને પરમમોક્ષસુખ પામવાની રીત આ સમયસારમાં છે... અંતરના અપૂર્વ
આનંદનો અનુભવ કરવાની આ રીત સંતોએ બતાવી છે. તેને લક્ષમાં લઈને તું તારા
સ્વાનુભવથી મોક્ષમાર્ગ પ્રગટ કર. સ્વભાવને અવલંબતા પૂર્વે ચારગતિમાં કદી નહીં
અનુભવેલું અપૂર્વ આત્મસુખ તને અનુભવાશે, ને તેના ફળમાં સાદિઅનંત અનંત
સુખથી તૃપ્ત અનુપમ સિદ્ધગતિ પ્રગટશે. તે સિદ્ધપરિણતિ પોતાના સ્વભાવભાવને જ
અવલંબનારી હોવાથી ધ્રુવ છે.