બતાવીને આનંદિત કરે છે. જે સમયસારનું ભાવશ્રવણ કરતાં
ભવનો પાર પમાય... અશરીરી થવાય... ને આત્મા પોતે પરમ
આનંદરૂપ બની જાય–એવા પરમ જિનાગમ સમયસારનું શ્રવણ
કરવું તે જીવનનો સોનેરી પ્રસંગ છે. માત્ર એકબેવાર નહીં પણ
આજે તો સત્તરમી વાર પ્રવચન દ્વારા પૂ. ગુરુદેવના શ્રીમુખથી
આપણને આ પરમાગમનું ચૈતન્યસ્પર્શી–રહસ્ય સાંભળવા મળે
છે, ને તેના ‘ભાવશ્રવણ’ થી આત્મા આનંદિત થાય છે. અહા!
સમયસારમાં તો આત્માની અનુભૂતિના ગંભીર રહસ્યો
આચાર્યભગવંતોએ ખોલ્યાં છે. ગુરુદેવે એકવાર કહેલું કે અહો!
આ સમયસારમાં કેવળજ્ઞાનનાં રહસ્ય ભરેલાં છે. આ
સમયસારના ઊંડા ભાવોનું ઘોલન જીવનમાં જીંદગીના છેલ્લા
શ્વાસ સુધી પણ કર્તવ્ય છે.
પણ પૂ. શ્રી કહાનગુરુના શ્રીમુખે તેના રહસ્યોનું
નિરંતર શ્રવણ–તે કોઈ મહાનયોગે આપણને મળેલ છે...તો હવે
આત્માની સર્વ શક્તિથી પરિણામને તેમાં એકાગ્ર કરીને...
ક્ષણક્ષણ પળ–પળ તેના વાચ્યરૂપ શુદ્ધાત્માનો રસ વધારીને
અંતરમાં પરમશાંત આનંદની અનુભૂતિનું ઝરણું પ્રગટ કરો...એ
જ