વીતરાગવાણીનો કેમ પ્રચાર થાય ને કેમ સૌ સાધર્મીભાઈઓના ઘેર ઘેર આ સંદેશો
પહોંચે–તે આપણા આત્મધર્મનો ઉદેશ છે. આત્મધર્મ હિંદી–ગુજરાતી મળીને ૫૦૦૦
ગ્રાહકો છે. પણ જૈનોની વસ્તી કેટલી? ઘણા વિચારક મુમુક્ષુવર્ગને આપણું આત્મધર્મ
જોવા જ મળ્યું નથી તેનું શું? જેઓ જાણે છે તેઓ તો અવશ્ય પ્રેમથી વાંચે છે. પણ
ઘણાય જીવો એવા છે કે જેમને તત્ત્વજ્ઞાન વિષે ઘણુંઘણું જાણવાની તમન્ના હોય છે પણ
હજી સુધી તેમને આત્મધર્મ વાંચવા મળ્યું નથી; એટલે જૈનોમાં ઘેરઘેર તે પહોંચે એવા
પ્રચારની જરૂર છે. ગુરુદેવની મંગળછાયામાં પ્રસિદ્ધિ પામતા આ આત્મધર્મના ઓછામાં
ઓછા ૨૫૦૦૦ ગ્રાહકો હોવા જોઈએ. તે માટે ઉઠાવ વધે, આકર્ષણ વધે, બેરંગમાં
છપાય તેમ વિચારવાનું રહ્યું. આવા સુંદર પત્રના પ્રચાર માટે સેવા આપવા અમે
મુંબઈના સેવાભાવી ભાઈઓ તૈયાર છીએ પૂ. ગુરુદેવને વંદન.