: ૪૦: આત્મધર્મ ૨૪૯૮: માગશર
થાણાના ભાઈશ્રી પુનમચંદ મગનલાલ શેઠ (–જન્મભૂમિના ફોટોગ્રાફર શ્રી
ધનુભાઈના ભાઈ) મુંબઈમુકામે તા. ૫–૧૧–૭૧ ની રાત્રે ૩૭ વર્ષની ભરયુવાન વયે
અકસ્માતથી સ્વર્ગવાસ પામ્યા છે. તે દિવસે ૧૧ થી ૫ સુધી તો તેઓ આપણા
મુમુક્ષુભાઈઓની સાથે હરતા ફરતા હતા; રાત્રે મુંબઈ–ઓફિસનું કામ પતાવી તેઓ
સ્કુટર ઉપર થાણા ઘરે જઈ રહ્યા હતા, ત્યાં એક ખટારાની હડફેટમાં આવી જતાં, તેમની
ખોપરીનો ભાગ ખટારા નીચે ચગદાઈ ગયો, અને ત્યાં જ સ્વર્ગવાસ પામી ગયા. રે
ક્ષણભંગુરતા! શ્રી પુનમભાઈએ આપણી સંસ્થાના ઘણા મોટા પ્રસંગોમાં, ખાસ કરીને
તીર્થયાત્રાના પ્રસંગોમાં, ઉત્સાહપૂર્વક ફોટાઓ તેમજ ફિલ્મ લીધેલ છે; તેઓ
અવારનવાર સોનગઢ આવતા; આસો માસમાં મુંબઈ મુકામે ગુરુદેવના દર્શનથી તેઓ
ખુશી થયા હતા; અને આ નાતાલની રજાના દિવસોમાં સોનગઢ આવવાનું તેમણે
વિચાર્યું હતું. પણ ત્યારપહેલાંં તો તેઓ દેહ છોડીને ચાલ્યા ગયા. સત્સંગની ભાવનાના
પ્રતાપે આગળ વધીને તેઓ આત્મહિત પામે–એ જ ભાવના.
[લાંબા વખત પહેલાં લખાયેલ પુનમભાઈનો એક પત્ર આ અંકમાં છાપવા
માટેની સામગ્રીમાં લીધો જ હતો. પણ તે છપાય અને પુનમભાઈ વાંચે તે પહેલાંં તો
તેઓ ચાલ્યા ગયા. તેમની ધર્મપ્રચારની ભાવના કેવી હતી? ને આત્મધર્મ પ્રત્યે તેમને
કેવો પ્રેમ હતો તે સામે પાને છપાયેલા એ પત્રમાં ઝળકે છે.]
જામનગરના શ્રીમતી શાંતાબેન (તે શાંતિલાલ માણેકચંદ મેતાના ધર્મપત્ની)
કારતક સુદ બીજના દિવસે જામનગર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. વીતરાગી દેવ–ગુરુ–
ધર્મના શરણે તેઓ આત્મહિત પામો.
માણેકલાલ અમૃતલાલ વાંકાનેરવાળા (તે સોનગઢ સોસાયટીમાં રહેતા
શાંતિલાલ માણેકલાલના પિતાજી) તા. ૨૦–૧૧–૭૧ ના રોજ મુંબઈ–દાદર મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે. વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે તેઓ આત્મહિત પામો.
ફતેપુરના શ્રીમતી હીરાબેન (તે નાથાલાલ માણેકચંદ મહેતાના ધર્મપત્ની)
આસો સુદ ૧૩ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે; તેમને તત્ત્વઅભ્યાસનો પ્રેમ હતો ને
ફતેપુરના ઉત્સવમાં ઉલ્લાસથી ભાગ લેવાની હોંશ હતી. વીતરાગી દેવ–ગુરુ–ધર્મના
શરણે તેઓ આત્મહિત પામો.