Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 45

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૩૯:
• ‘અમે ભગવાન તીર્થાધિનાથના ઉપજીવક છીએ’ •
[આત્મધર્મ અંક ૩૩૭ પૃ ૮ના લેખનો બાકીનો ભાગ: કારતક સુદ એકમ]
તથા ભાઈબીજના પ્રવચનમાંથી: નિયમસાર ગા. ૧૩૯–૧૪૦

ભગવાન શ્રી તીર્થાધિનાથ જિનદેવ, તેમના જે ઉપાસકો છે તેઓ જૈન છે.
ભગવાન કેવા છે, તેમનો અંતર્મુખમાર્ગ કેવો છે–તેનું સ્વરૂપ ઓળખીને પોતે તે માર્ગે
ચાલનારા છે તે જૈન છે. સમ્યગ્દ્રષ્ટિથી માંડીને ગણધરદેવ તે બધા જૈનો છે. તેમના
કહેલા તત્ત્વો તે જૈનતત્ત્વ, આત્માની અનુભૂતિ–શ્રદ્ધા–પ્રતીત તો ગણધરદેવને અને
નાના સમ્યગ્દ્રષ્ટિને સરખી છે,
અહો જિનનાથ! જેવો આત્મા આપે અનુભવ્યો ને કહ્યો તેવા જ આત્માને
અનુભવમાં લઈને અમે અમારી પરિણતિમાં આત્માને જોડ્યો છે, એ રીતે અંર્તમુખ
શુદ્ધાત્માની ઉત્તમ ભક્તિવડે અમે પણ આપના માર્ગે આવી રહ્યા છીએ; તેથી અમે
આપના ચરણના ઉપજીવક છીએ. આપના માર્ગની ઉપાસના તે જ અમારું જીવન છે.
જિનમાર્ગ કહો કે આત્માના સ્વભાવમાં અંતમુર્ખાકાર પરિણતિ કહો, તેવી
પરિણતિવાળા જીવો તે જૈન છે, તેઓ જિનદેવના ઉપજીવક છે, તેઓ તીર્થંકરદેવના
માર્ગના સેવક છે. જિનભગવાને જે તત્ત્વો કહ્યાં તેમાં મુખ્ય પરમતત્ત્વ તો પોતાનો
શુદ્ધઆત્મા છે; આવા પરમ તત્ત્વને જાણીને તેમાં જ અમે અમારી બુદ્ધિને જોડી છે,
એટલે કે પરિણતિને રાગથી છૂટી પાડીને પરમતત્ત્વમાં એકાકારપણે સ્થાપી છે, તેથી
અમને ભગવાનના માર્ગની ઉપાસના છે, અમે ભગવાન તીર્થંકરોના ઉપજીવક છીએ,
એટલે કે તેમની ભક્તિ કરતા કરતા તેમના માર્ગે જઈ રહ્યા છીએ.
રે જીવ! તીર્થંકરોનો આવો માર્ગ પામીને અત્યારે આત્માની લબ્ધિનો ઉત્તમ
અવસર છે. જગતમાં સૌથી શ્રેષ્ઠ મહિમાવંત, જેની સન્મુખતા થતાં પરમ આનંદ થાય ને
ભવદુઃખ છૂટી જાય–એવા સ્વતત્ત્વની ઉપાસના કરવાનો આ અવસર છે. તો હવે બીજી
ચિંતામાં તારું જીવન વેડફીશ મા, આત્માના હિતમાં પ્રમાદ કરીશ મા; જગત કરતાં
આત્માની પરમ કિંમત સમજીને તેમાં જ તારા શ્રદ્ધા–જ્ઞાન જોડજે.