Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 45

background image
: ૩૮: આત્મધર્મ ૨૪૯૮: માગશર
* આચાર્ય કુંદકુંદપ્રભુનો ઉપકાર *
થોડાક દિવસમાં માગશર વદ આઠમ
આવશે, અને કુંદકુંદપ્રભુના આશીષ
લાવશે. આમ તો સમયસારદ્વારા તેઓશ્રી
દરરોજ આપણા ઉપર આશીષ વરસાવી
જ રહ્યા છે કે તમે શુદ્ધાત્માની અનુભૂતિ
પામો! તે ઉપરાંત માગશર વદ આઠમ એ
તો તેમની આચાર્યપદવીનો મહાન મંગલ
દિવસ છે. આચાર્ય એટલે દીક્ષા–શિક્ષાના
દાતાર...જેમણે આપણને આત્મઅનુભવ–
રૂપ શિક્ષા આપી, અને જેઓ રત્નત્રયની
દીક્ષાના પણ દેનાર છે–એવા હે
કુંદકુંદપ્રભુ! આપના પરમઉપકારને યાદ
કરીને આપના નંદન શ્રી કહાન અને અમે
સૌ પરમભક્તિથી નમસ્કાર કરીએ છીએ.
* નિર્ણયનું જોર *
હું જ્ઞાનસ્વભાવ છું–એવો જે ખરો
નિર્ણય છે તેની સંધિ જ્ઞાનસ્વભાવ સાથે
છે, વિકલ્પ સાથે તેની સંધિ નથી.
જ્ઞાન અને વિકલ્પ બંને નિર્ણયકાળમાં
હોવા છતાં, તેમાંથી જ્ઞાનસ્વભાવ સાથે
સંધિનું કામ જ્ઞાને કર્યું છે, વિકલ્પે નહિ.
જ્ઞાનસ્વભાવ સાથે સંધિ કરીને,
તેના લક્ષે ઉપડેલી જ્ઞાનધારા અનુભવ
સુધી પહોંચી જશે.
ચૈતન્યસિંહ જ્ઞાયકવીર પોતાના
પરાક્રમની વીરતાથી જ્યાં જાગ્યો ત્યાં
તેની પર્યાયના વિકાસને કોઈ રોકી શકે
નહીં.
* જ્ઞાનીની સેવા *
સમયસાર ગાથા ૪માં આચાર્યદેવ
કહે છે કે હે જીવ! તેં તારા એકત્વ
જ્ઞાનસ્વભાવને પૂર્વે જાણ્યો નથી, તેમજ
બીજા આત્મજ્ઞ જીવોને ઓળખીને તેમની
ઉપાસના કરી નથી; કેમ કે–
જ્ઞાનીની સેવા રાગવડે થતી નથી.
જ્ઞાનીની સેવા જ્ઞાનભાવ વડે જ થાય છે.
રાગથી ભિન્ન જ્ઞાનભાવરૂપે પરિણમે
ત્યારે જ જીવે જ્ઞાનીની સાચી સેવા
કરી કહેવાય.
જ્ઞાનીને ઓળખીને તેમની ઉપાસના
કરનાર જીવ પોતે જ્ઞાનચેતનારૂપે જરૂર
થાય છે.
*
પ્રશ્ન:–પરમાત્મતત્ત્વ કેવું છે?
ઉત્તર:–તે સમ્યગ્જ્ઞાનનું આભૂષણ છે,
એટલે કે આવા પરમાત્મતત્ત્વને જાણવું તે
જાણ્યા વગરનું જ્ઞાન શોભતું નથી અને તે
પરમાત્મતત્ત્વમાં વિકલ્પસમૂહનો સર્વથા
અભાવ છે, એટલે કોઈપણ વિકલ્પો વડે
તે પરમાત્મતત્ત્વમાં પહોંચાતું નથી
પ્રશ્ન:–આવું પરમાત્મતત્ત્વ ક્યાં રહે છે?
ઉત્તર:–આ આત્મા પોતે જ એવું
પરમાત્મતત્ત્વ છે. આત્માને જ્યારે
અંતર્મુખ ઉપયોગ વડે અવલોકવામાં
પોતાના વેદનમાં આવે છે.