માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૩૭:
જગતમાં સૌથી સુંદર નગરી –
લંકા વિજય પછી જ્યારે અયોધ્યામાં રામ–લક્ષ્મણનો રાજ્યાભિષેક થયો ત્યારે
સૌને ઈચ્છિત પુરસ્કાર આપ્યો; ભરતને પણ પૂછ્યું–બંધુ–તારે કઈ નગરી જોઈએ છે?
આપણા રાજ્યમાંથી જે નગરી તને ગમતી હોય તે તું લઈ લે.
ત્યારે વૈરાગી ભરત કહે છે કે બંધુવર! મારે તો મોક્ષનગરી જોઈએ છે. જ્યાં
અનંતા સિદ્ધભગવંતો વસે છે એવી પરમ સુંદર મોક્ષનગરીને હું મારી સ્થાયી રાજધાની
બનાવવા માંગું છું. આ સંસારની કોઈ નગરીનો મોહ મને નથી. જ્યાં કદી દુઃખ નથી,
જ્યાં સદાય એકલું સુખ–સુખ ને સુખ જ છે, ને જ્યાં બધાય સુખી જીવો જ વસે છે એવી
સિદ્ધનગરીમાં હું કાયમ રહેવા ચાહું છું.
રામ કહે છે–બંધુ! ત્યાં તો પછી આપણે બંને સાથે જઈશું; પરંતુ અત્યારે હું તને
કોઈ સુંદર નગરી આપવા ઈચ્છું છું.
ભરત કહે છે–ભાઈ! મોક્ષનગરીએ જવામાં વળી બીજાની સોબત કેવી? ત્યાં તો
જીવ એકલો જ જાય છે, બીજાનો સંગ હોતો નથી. અને એ મોક્ષનગરી કરતાં સુંદર
બીજી કોઈ નગરી નથી કે જેની મને ઈચ્છા હોય! મોક્ષનગરી એ જ સાચું શાશ્વતધામ છે,
એ જ મારો સ્વદેશ છે. એના સિવાય મૃત્યુલોકની તો બધી નગરી નાશવંત અને ભાડુતી
ઘર સમાન છે. હું તો મોક્ષનગરીના જ રાહે જવા ઈચ્છું છું. મોક્ષનગરી એ જ જગતમાં
સૌથી સુંદર નગરી છે.
હે બંધુઓ, ભરતની જેમ આપણે પણ–
ચલો મોક્ષનગરમેં.........આનંદકે ધામમેં...
સિદ્ધોકે ધામમેં.........અપને સ્વરૂપમેં...
પ્રકાશન વિભાગ તરફથી સૂચિત કરવામાં આવે છે કે ગુજરાતી નિયમસાર ફરી
છપાવવાનું છે. તો જેમને વિશેષ પ્રતો લેવાની હોય તેઓ પોતાના મુમુક્ષુમંડળને અગર
સોનગઢ–સંસ્થાને તરતમાં નોંધ કરાવી દે. મુમુક્ષુમંડળ જરૂરી પ્રતોનો અંદાજ સોનગઢ
મોકલી આપે. જેથી કેટલી પ્રત છપાવવી તેનો નિર્ણય થાય. કિંમત લગભગ નવ રૂપિયા
થશે. જૈન સ્વા. મંદિર ટ્રસ્ટ સોનગઢ,