Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 45

background image
: ૩૬: આત્મધર્મ ૨૪૯૮: માગશર
ચૈતન્યપ્રકાશથી ઝગઝગતું સુપ્રભાત
(દીવાળી પ્રવચન: સમયસારનાટક પૃ: ૩૬૧)

આત્માની અનુભૂતિવડે સાધ્ય એવું જે કેવળજ્ઞાન, તે એકરૂપ ચમકતી
ચૈતન્યજ્યોત છે. મનુષ્યદેહરૂપી મંદિરમાં બિરાજમાન ભગવાન આત્મા પરમ શાંત
ચૈતન્યજ્યોતપણે પ્રકાશે છે. આવી કેવળજ્ઞાનજ્યોતિનો સાધક ધર્માત્મા શુભ–અશુભ
સમસ્ત ક્રિયાઓથી ઉદાસ છે. શુભાશુભપરિણતિ તે તો જ્ઞાનથી વિપરીત ચાલ છે, તેનું
ફળ સંસાર છે. જ્ઞાનચેતનાની ચાલ તો શુભાશુભ રાગથી અત્યંત જુદી છે; એવી ચેતના
જ સાધક થઈને અંતરમાં એકાગ્ર થઈને કેવળજ્ઞાનને સાધે છે. કેવળજ્ઞાનજ્યોતિવડે
આખું જગત ઝગમગે છે–આખા જગતને તે જાણે છે; આવી જ્ઞાનજ્યોતિરૂપ મહાન
સુપ્રભાત મંગલરૂપ છે.
કેવળજ્ઞાનની સાથે અનંતી શાંતિ, અનંત આનંદ, એવા અનંત નિજગુણ ઉલ્લસે
છે. સાધકને પ્રથમ સમ્યગ્દર્શન પરિણતિમાં પણ જ્ઞાન–આનંદ–સુખ વગેરે અનંતગુણથી
ભરેલો આખો ચૈતન્યસમુદ્ર ઉલ્લસે છે. સમ્યગ્દર્શનપરિણતિ પણ રાગક્રિયા વગરની છે.
એકલી શ્રદ્ધાપર્યાય નહિ પણ અનંતાગુણો સમ્યક્ભાવપણે એકસાથે પ્રગટે છે,
ચૈતન્યસમુદ્ર આખો અનુભૂતિમાં આવે છે. અનુભૂતિમાં જે આત્મા આવ્યો તેને જ
સાધતા–સાધતા, તેમાં જ એકાગ્ર થતાં–થતાં અચિંત્ય આનંદથી ભરેલું કેવળજ્ઞાનપ્રભાત
ઝગઝગાટ કરતું પ્રગટે છે, જ્ઞાયકતેજથી ભરપૂર તે સુપ્રભાત સદાકાળ જયવંત રહે છે.

‘આત્મધર્મ’ માસિક :
આત્મહિતની પ્રેરણા આપતું, ભારતનું આ અજોડ
અધ્યાત્મ–માસિક દર પચીસમી તારીખે પ્રગટ થાય છે. વાર્ષિક લવાજમ ચાર રૂપિયા.
અઢી હજાર ઉપરાંત ગ્રાહકોના લવાજમ આવી ગયા છે; બીજાઓએ પણ તરત ગ્રાહક
થઈ જવું ઉત્તમ છે જેથી બધા અંકો મળી શકે. ગ્રાહકોને ભેટ આપવા માટે ૩૦૦ પાનાનું
એક સુંદર પુસ્તક તૈયાર થઈ રહ્યું છે. એકાદમાસમાં તૈયાર થશે. પુસ્તક ભેટ આપતી
વખતે જેટલા ગ્રાહકો થયેલા હશે તેમને આ પુસ્તક ભેટ મળશે. આત્મધર્મનો અંક પહેલી
તારીખ સુધીમાં ન મળે તો તરત કાર્યાલયને જણાવવાથી બીજો અંક મોકલાય છે. દશેક
ગ્રાહકોના અંક પૂરું સરનામું છતાં પાછા આવેલ છે, તો જેમને અંક ન મળ્‌યો હોય તેઓ
ફરી
સરનામું લખે. આત્મધર્મ કાર્યાલય સોનગઢ (સૌરાષ્ટ્ર)