: ૨: આત્મધર્મ ૨૪૯૮: માગશર
ઉપાસે છે, ને અમે પણ તેને ઉપાસીએ છીએ, તે અમારા દુરિતને હરો.
અહો, જ્ઞાનીગુરુઓના ઉપદેશવડે અમે શુદ્ધાત્માને
ઓળખ્યો ગુરુઓએ અમને જ્ઞાનચક્ષુ આપ્યાં, અમારા જ્ઞાનની
આંખ ગુરુએ ખોલી; ને અજ્ઞાનના અનાદિના અંધારા ટાળ્યા.
આવા શ્રી ગુરુને અમે નમસ્કાર કરીએ છીએ. જ્યાં આત્માનું
ભાન થયું ત્યાં–દેવ–ગુરુ પ્રત્યે પરમ ઉપકારનો આવો ભાવ
આવે છે.
આવા મંગલપૂર્વક અપૂર્વભાવે સમયસારનો પ્રારંભ થાય
છે. અહો! આ સમયસાર તો આત્માના સ્વભાવરૂપ ધર્મનો સંબંધ
કરાવનાર છે; પરનો તથા રાગનો સંબંધ તોડાવીને, આત્માના
સ્વભાવમાં એકત્વ કરાવે–એ રીતે ધર્મનો સંબંધ કરાવે છે. અહો,
આત્માને પરમાત્મપણે પ્રગટ કરે એટલે કે પરમાત્મસ્વરૂપનો
અનુભવ કરાવે એવા આ સમયસારના મંત્રો છે. કુંદકુંદભગવાન
જેવા વીતરાગીસંતોનાં આ મંત્રો મોહના ઝેરને ઉતારી નાંખે છે ને
વીતરાગી અમૃતના પાન વડે ચૈતન્યને જગાડીને પરમાત્મસ્વરૂપ
પ્રગટ કરે છે, સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરે છે.
એવું આ શાસ્ત્ર આજે પ્રવચનમાં ૧૭ મી વાર શરૂ થાય છે.
जय समयसार
* આટલું કર *
આત્માને સાધવા દુનિયાને ભૂલ.
સિદ્ધપદને સાધવા સંસારની ઉપેક્ષા કર.
દુઃખની વેદનાથી છૂટવા ચૈતન્યનું વેદન કર.
મરણથી છૂટવા તારા જીવતત્ત્વને જાણ.
તારું સ્વસંવેદન એ તારું શરણ છે.
અને એ જ સાચું જીવન છે.