નમું છું. મારું શુદ્ધઆત્મદ્રવ્ય મારી સ્વાનુભૂતિરૂપ પર્યાયવડે જ પ્રકાશમાન છે;
સ્વાનુભૂતિથી જુદું બીજું કોઈ સાધન નથી.
તેનો ગુણ, સ્વાનુભૂતિ તે પર્યાય, આ રીતે શુદ્ધસમયસારમાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે
સમાઈ ગયા. આવા શુદ્ધઆત્માને લક્ષગણ કરીને તેને હું નમું છું, તેને અનુભવું છું,
સ્વસન્મુખ થઈને આનંદ સહિત આત્મઅનુભૂતિ કરું છું. આવી સ્વાનુભૂતિ તે મોક્ષમાર્ગ
છે, તેમાં સંવર–નિર્જરા આવ્યા, ને આસ્રવબંધનો અભાવ થયો. શુદ્ધઆત્માની આવી
સ્વાનુભૂતિ તો અનંતગુણના નિર્મળભાવોથી ભરેલી મહા ગંભીર છે; તેમાં આનંદની
મુખ્યતા છે. સ્વાનુભૂતિમાં આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ થાય છે. ચોથા ગુણસ્થાને
સ્વાનુભૂતિમાં આત્માં પોતે પોતાને પ્રત્યક્ષ થાય છે. આવી અપૂર્વ સ્વાનુભૂતિ તે જ આ
સમયસાર–પરમાગમનું તાત્પર્ય છે. જેણે આવી અનુભૂતિ કરી તે આત્માના અસંખ્ય
પ્રદેશમાં સમયસાર પરમાગમના ભાવો કોતરાઈ ગયા; તે આત્મા પોતે ભાવશ્રુતરૂપ
પરિણમ્યો; તેની પર્યાયે અંતર્મુખ થઈને પોતાને પૂર્ણ ભગવાનરૂપે પ્રસિદ્ધ કર્યો.
ઈન્દ્રિયજ્ઞાનવડે આત્મા જણાય નહીં, સ્વાનુભૂતિમાં જ આત્મા પોતે પોતાને
પરમઆનંદસહિત પ્રત્યક્ષ થાય છે. આવી અનુભૂતિના ગંભીર મહિમાની શી વાત! આ
અનુભૂતિમાં રાગ ન સમાય; તેમાં આખો શુદ્ધઆત્મા પ્રકાશે છે, પણ વિકલ્પનું તો તેમાં
નામોનિશાન નથી. જે કોઈ જીવોએ આત્માને સાધ્યો છે તેમણે આવી અનુભૂતિની
ક્રિયાવડે જ આત્માને સાધ્યો છે. માટે તમે પણ આવી સ્વાનુભૂતિના લક્ષે જ
સમયસારનું શ્રવણ કરજો. સાંભળતી વખતે રાગ ઉપર લક્ષ ન દેશો, વિકલ્પ ઉપર જોર
ન દેશો, પણ જે શુદ્ધઆત્મા કહેવાય છે તેને લક્ષમાં લઈને તેના ઉપર જોર દેતાં તમને
પણ અપૂર્વ આનંદસહિત સ્વાનુભૂતિ થશે. આવી સ્વાનુભૂતિ થઈ તે અપૂર્વ મંગળ છે.