Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 45

background image
: ૬: આત્મધર્મ ૨૪૯૮: માગશર
સમયસાર સાંભળતાં.તારા આનંદનિધાન ખૂલી જશે
(સમયસાર કળશ ૩ કારતક વદ ૧૦: ૨૪૯૮)
આચાર્યદેવ કહે છે કે અહો! આ સમયસારની ટીકાવડે અનુભૂતિ
અત્યંત શુદ્ધ થાઓ; એટલે હે ભવ્યશ્રોતા! આ સમયસારના શ્રવણવડે
તારી પરિણતિ પણ શુદ્ધ થશે. એવો કોલ કરાર છે,–પણ કઈ રીતે
સાંભળવું? તે અહીં બતાવે છે: અમે જે શુદ્ધાત્માં દેખાડવા માંગીએ
છીએ તેના ઉપર લક્ષનું જોર દેજે, શ્રવણના વિકલ્પ ઉપર જોર ન દઈશ;
આ રીતે ઉપયોગમાં શુદ્ધાત્માનું ઘોલન કરતાં કરતાં તને જરૂર
શુદ્ધાત્માની અનુભૂતિ થશે...તારો મોહ નાશ થઈ જશે ને તારા
આનંદનિધાન ખૂલી જશે.
અહા, સમયસારની ટીકા કરતાં અમૃતચદ્રસ્વામી કહે છે કે આ સમયસારની
વ્યખ્યાથી, એટલે કે સમયસારમાં શુદ્ધાત્માના જે ભાવો કહ્યા છે તે ભાવોના
વારંવાર જ્ઞાનમાં ઘોલનથી, આત્માની અનુભૂતિ શુદ્ધ થાય છે.
જુઓ, આમાં ટીકા રચતી વખતે શાસ્ત્ર તરફનો જે શુભવિકલ્પ છે તે વિકલ્પની
મુખ્યતા નથી, પણ તે જ વખતે વિકલ્પથી જુદું ને જ્ઞાન શુદ્ધાત્મા તરફ કામ કરી
રહ્યું છે તે જ્ઞાનના જોરે જ પરિણતિની શુદ્ધતા થતી જાય છે, વિકલ્પનું જોર નથી,
જ્ઞાનનું જ જોર છે. વિકલ્પના જોરે શુદ્ધિ થવાનું માને તેને તો સમયસારની
ખબર જ નથી, સમયસારનો અભ્યાસ કરતાં તેને આવડતું નથી. ભાઈ,
સમયસારનો અભ્યાસ એટલે તો શુદ્ધઆત્માની ભાવના; સમયસાર તો
રાગાદિથી ભિન્ન શુદ્ધ એકત્વરૂપ આત્મા બતાવીને તેની ભાવના કરવાનું કહે છે;
ને જ્ઞાનને અંતર્મુખ કરીને શુદ્ધઆત્માની આવી ભાવના તે જ અનુભૂતિની
શુદ્ધતાનું કારણ છે.
‘સમયસાર’ માં અમારું જોર વિકલ્પ ઉપર નથી; વિકલ્પથી પાર અમારો જે એક
જ્ઞાયકભાવ, તે જ અમે છીએ, તેમાં જ અમારું જોર છે. જે શ્રોતાજન પણ આવા
જ્ઞાયકસ્વભાવ તરફના જોરથી સમયસારનું શ્રવણ કરશે તેની પરિણતિ પણ શુદ્ધ