Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 57

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૯ :
મોક્ષાર્થી જીવે સ્વકાર્યને
કઈ રીતે સાધવું?
[નિયમસાર ગાથા ૧૫૫ થી ૧૫૮ ના પ્રવચનોમાંથી માગશર સુદ ૧ થી ૫]
હે ભવ્ય! તારા સહજ તત્ત્વની આરાધનામાં તું
અછિન્ન રહેજે...આનંદથી તેને આરાધજે. જગતના ભયથી તું
તારી આરાધનામાંથી ડગીશ મા. આ જૈનશાસનમાં કહેલા
પરમ ગંભીર ચૈતન્યતત્ત્વને કોઈક વિરલા જ અનુભવે છે.
માટે લૌકિકજીવોનો સંગ છોડીને તું એકલો તારા સ્વકાર્યમાં
તત્પર રહેજે ને અંતરમાં તારા જ્ઞાનનિધાનને ભોગવજે.
જગત તારી પ્રશંસા કરે કે નિંદા કરે–તેની સામે જોવા ઊભો ન
રહીશ. પરમ આનંદભાવથી ઉલ્લસતા તારા તત્ત્વમાં સન્મુખ
થઈને તેને જ સાધજે. આત્માને સાધવામાં લોકનો ભય
રાખીશ નહીં.
હે ભવ્ય! શુદ્ધનિશ્ચયસ્વરૂપ પરમાત્મતત્ત્વનું ધ્યાન મહાન આનંદરૂપ છે, ને
આવા પરમાત્મધ્યાનને જ જિનભગવાને મોક્ષ માટેની આવશ્યકક્રિયા કહી છે; મોક્ષને
માટે આવા ઉત્તમ સ્વકાર્યને નિરંતર સાધવું.–કઈ રીતે સાધવું? તે કહે છે.
પ્રથમ તો સ્વભાવ અને પરભાવની ભિન્નતાના અભ્યાસરૂપ ભેદજ્ઞાનવડે
મોક્ષના કારણરૂપ સ્વભાવક્રિયાને, સત્ક્રિયાને બરાબર સ્પષ્ટ ઓળખવી. રાગથી પાર
એવા શુદ્ધભાવરૂપ ક્રિયા તે જ મોક્ષના કારણરૂપ ક્રિયા છે, એટલે પરમાત્મતત્ત્વમાં
પરિણતિની એકાગ્રતા તે જ મોક્ષની સત્ ક્રિયા છે; બીજી કોઈ શુભાશુભ ક્રિયાઓ મોક્ષનું
કારણ નથી.–આમ બરાબર જાણીને મુમુક્ષુએ પોતાના એકત્વમાં રહીને સ્વકાર્યને
સાધવું. આવી સાધના ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે.
આનંદધામ એવા સ્વતત્ત્વને સાધવામાં મશગુલ મુનિઓને તો લોકોના સંગની
આસક્તિ છ્રૂટી ગઈ છે; ને ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને પણ સર્વે બાહ્યસંગની પ્રીતિ
છૂટીને, પોતાના સ્વતત્ત્વનો જ પ્રેમ છે, ને તેને જ સાધવામાં તે તત્પર છે.