Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 57

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૧ :
નિજ વૈભવ
(સમયસાર ગાથા ૫ માગશર સુદ ૧૩–૧૪)
ચૈતન્યનો મીઠો સ્વાદ...એની શી વાત! એવા મીઠા સ્વાદથી
ભરેલું એક ચૈતન્યતત્ત્વ હું તમને દેખાડું છું. અહા, અમારા આત્મામાં
નિરંતર સુંદર આનંદનું મધુરું ઝરણું ઝરે છે, અમારી પરિણતિ
આનંદમય થયેલી છે....વિભાવના કલેશથી છૂટીને આનંદનો વૈભવ
અમને પ્રગટ્યો છે.–આવા નિજવૈભવ વડે હું સમયસારમાં શુદ્ધાત્મા
દેખાડું છું. આના ભાવો ઝીલતાં તમને પણ, જ્ઞાન અને રાગની
ભિન્નતા થઈને આત્મામાં અતીન્દ્રિય આનંદનો અનુભવ થશે.
આચાર્યદેવ કુન્દકુન્દપ્રભુ કહે છે કે અહો! જગતમાં સુંદર એવું જે આત્માનું
એકત્વ–વિભક્ત સ્વરૂપ, તે હું આ સમયસારમાં મારા આત્માના નિજવૈભવવડે દર્શાવું
છું. અદ્ધરની કલ્પનાથી નથી કહેતો પણ ભગવાન પાસેથી જે સાંભળ્‌યું છે અને મારા
સ્વાનુભવમાં જે આવ્યું છે–તે સાક્ષાત્ અનુભવેલું આનંદમય તત્ત્વ હું મારા નિજવૈભવથી
દેખાડું છું. હે ભવ્યજીવો! તમે તે અનુભવગમ્ય કરીને પ્રમાણ કરજો.
નિજવૈભવ કેવો છે? તે ચાર બોલથી કહે છે:–
(૧) અરિહંતદેવના ઉપદેશરૂપ શબ્દબ્રહ્મની ઉપાસનાથી જેનો જન્મ છે, એટલે કે
અમારો સમ્યગ્દર્શનાદિ આત્મવૈભવ પ્રગટવામાં શ્રી વીતરાગ અરિહંતદેવની
વાણી જ નિમિત્ત છે; જિનવાણીમાં જેવો કહ્યો તેવો શુદ્ધાઆત્મા અનુભવીને
અમને નિજવૈભવ પ્રગટ્યો છે. આનાથી વિરુદ્ધ નિમિત્ત પ્રત્યે જેનું વલણ હોય
તેને આત્માનો વૈભવ કદી પ્રગટે નહીં.
(૨) કુયુક્તિઓનું ખંડન કરનારી નિર્દોષ યુક્તિના અવલંબનવડે જેનો જન્મ થયો છે;
મતિ–શ્રુતજ્ઞાનની નિર્મળ યુક્તિઓ વડે શુદ્ધાઆત્માનું સ્વરૂપ સિદ્ધ કરીને તેને
અનુભવમાં લીધું છે.
(૩) તીર્થંકરદેવ પરમગુરુથી માંડીને મારા ગુરુપર્યંત–તે બધા ગુરુઓ નિર્મળ
વિજ્ઞાનઘન આત્મામાં અંતર્મગ્ન હતા, ચૈતન્યના વીતરાગી આનંદને
અનુભવનારા હતા, એવા ગુરુઓએ પ્રસન્ન થઈને, પ્રસાદીરૂપે અમને
શુદ્ધઆત્મતત્ત્વનો ઉપદેશ આપ્યો, તેના