Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 57

background image
: ૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૮
વડે અમારા આત્માનો વૈભવ પ્રગટ્યો છે. અને–
(૪) અમારા આત્મામાં નિરંતર સુંદર આનંદઝરતું અતિશય સ્વસંવેદન વર્તી રહ્યું
છે, આવા શુદ્ધાત્માના સ્વસંવેદન વડે અમને કોઈ અદ્ભુત પરમ
આત્મવૈભવ પ્રગટ્યો છે.–આ રીતે આગમની ઉપાસનાથી, સમ્યક્ યુક્તિના
અવલંબનથી, ગુરુપરંપરાથી, ને આત્માના સ્વાનુભવથી–એમ સર્વ પ્રકારે
મારા આત્માનો જે કોઈ અદ્ભુત વૈભવ ખીલ્યો છે, તે બધા વૈભવવડે હું
શુદ્ધઆત્માનું એકત્વ–વિભક્ત સ્વરૂપ દેખાડું છું. અહા, આત્માના સ્વરૂપનો
કોઈ અચિંત્ય ગંભીર મહિમા છે કે જે દેખાડવા માટે હું મારા આત્માના
સમસ્ત વૈભવથી આ સમયસાર કહું છું; સમયસારમાં મારા સમસ્ત વૈભવથી
હું શુદ્ધઆત્મા દેખાડીશ. તો હે શ્રોતાઓ! તમે પણ કોઈ અચિંત્ય મહિમા
લાવીને, અપૂર્વ ભાવ પ્રગટાવીને, તમારા સ્વાનુભવથી આત્માના
એકત્વસ્વરૂપને પ્રમાણ કરજો. માત્ર વિકલ્પ વડે નહિ પણ અંદરમાં વિકલ્પથી
પાર સ્વાનુભવ વડે તમે પ્રમાણ કરજો.
વાહ, જુઓ તો ખરા આચાર્યદેવની શૈલી કેવી અલૌકિક છે! ભગવાને અને
મારા ગુરુઓએ જે શુદ્ધાત્મા બતાવ્યો તે મેં મારા સ્વાનુભવથી પ્રમાણ કર્યો છે ને હવે તે
જ શુદ્ધઆત્મા હું તને દેખાડું છું, તે તું પણ તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે. આ
સમયસારમાં હું જે એકત્વ–વિભક્ત શુદ્ધઆત્મા દેખાડવા માંગું છું–તેને જ તું લક્ષમાં
લઈને અનુભવ કરજે; બીજી આડી–અવળી વાતમાં લક્ષને રોકીશ નહીં. શુદ્ધઆત્માના જ
લક્ષે સમયસાર સાંભળજે.
આચાર્યદેવે નિજવૈભવનું વર્ણન કરતાં સાથે તેનું અપૂર્વ નિમિત્ત કેવું હતું તે પણ
બતાવ્યું છે. મારો સ્વાનુભવ પ્રગટવામાં વીતરાગ અરિહંતદેવની વાણી મને નિમિત્તરૂપ
હતી. અંદરની સર્વજ્ઞતાને અનુસરનારી જે સર્વજ્ઞની વાણી, તેમાં કહેલા ભાવોનું સેવન
તે જ સમ્યગ્દર્શનાદિની ઉત્પત્તિનું કારણ છે. અહો, સર્વજ્ઞની વાણી જ આત્માનું સાચું
સ્વરૂપ બતાવનારી છે. તે વાણીની અમે ઉપાસના કરી છે. અરે! અમને તો સાક્ષાત્
તીર્થંકર સીમંધરપરમાત્માની વાણી સીધી મળી છે.–એ વાણી આખા વિશ્વના સ્વરૂપને
બતાવનારી છે. આવી જિનવાણીની ઉપાસના વડે અમને આત્માનો વૈભવ પ્રગટ્યો છે.
તે વૈભવવડે આ સમયસાર રચાય છે.
આ સમયસારમાં હું જે શુદ્ધાત્મા બતાવીશ તે મારા સ્વાનુભવપ્રત્યક્ષ પૂર્વક
બતાવીશ, એટલે તેમાં તો ક્યાંય ચૂકીશ નહીં. બીજી કોઈ અપ્રયોજનભૂત વ્યાકરણાદિ
વાતમાં કદાચ ચુકી જવાય–અને કદાચ તારા ખ્યાલમાં