રોકાઈશ નહી; પણ મારું પ્રયોજન જે શુદ્ધાત્મા બતાવવાનું છે, તે જ પ્રયોજનને
લક્ષમાં રાખીને તું પણ, હું જેવું કહું તેવું શુદ્ધઆત્માનું સ્વરૂપ અનુભવમાં લેજે.
જ્યારે જ્યારે આ સમયસાર દ્વારા શુદ્ધાત્માનું સ્વરૂપ સાંભળવા મળે ત્યારે ત્યારે
ભવ્યજીવો તેને પ્રમાણ કરજો.
વૈભવ પ્રગટ કર્યો છે. સ્વસન્મુખજ્ઞાન વડે આત્માનો અનુભવ તે અમારો વૈભવ
છે; શુભવિકલ્પો કે દિગંબર શરીરરૂપ દ્રવ્યલિંગ–તે કાંઈ અમારો વૈભવ નથી, તે તો
અમારાથી બાહ્ય છે. તમે પણ તેનું લક્ષ ન રાખશો; તમારામાં શ્રવણ વગેરેનો
થઈને લક્ષમાં લેજો.
ગુરુ? જેઓ વિજ્ઞાનઘન–ચૈતન્યસ્વભાવમાં ઊંડા ઊતરીને તેમાં અત્યંત મગ્ન હતા.
તેમણે પ્રસન્ન થઈને અમને ઉપદેશ દીધો;–શેનો ઉપદેશ દીધો? કે શુદ્ધઆત્મતત્ત્વનો
ઉપદેશ દીધો. તે ઉપદેશ ઝીલીને અમે પણ આત્મામાં જ અંતર્નિમગ્ન થઈને
આત્મવૈભવ પ્રગટ કર્યો છે. સર્વજ્ઞપરમગુરુ અને પછી ગણધરાદિથી માંડીને ઠેઠ
મારા ગુરુ સુધી,–તેઓ બધાય શુદ્ધઆત્મામાં અંતર્નિમગ્ન હતા,–એમ અમે અમારી
અનુભૂતિના બળે જાણીએ છીએ; તે ગુરુઓએ જે શુદ્ધાત્માનો ઉપદેશ દીધો તેના
પ્રતાપે અમને સ્વસંવેદનરૂપ વૈભવ પ્રગટ્યો છે. અને હવે હું મારા સ્વાનુભવવડે તે
જ શુદ્ધાઆત્મા (જે મારા ગુરુઓએ મને દેખાડયો ને જે મેં અનુભવ્યો તે જ)
તમને દેખાડું છું.–આમ અખંડધારા જોડી દીધી છે.
છદ્યસ્થને જ્ઞાનધારામાં તે વિકલ્પ ક્યાં છે? જેમ સર્વજ્ઞનું જ્ઞાન વિકલ્પથી જુદું છે તેમ
સાધકનું સ્વસંવેદન જ્ઞાન પણ વિકલ્પથી જુદું જ પરિણમે છે.