Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 57

background image
: ૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૮
ઉપકાર; પણ તે ઉપદેશ ઝીલ્યો કોણે? પોતે પાત્ર થઈને સ્વાનુભવવડે તે ઉપદેશ ઝીલ્યો,–
એમ પોતાનાં ભાવ સહિતની વાત છે. અપૂર્વ ચૈતન્યરસ સમયસારમાં ઘોળ્‌યો છે.
[પ્રવચનમાં વચ્ચે–વચ્ચે ગુરુદેવ મહાપ્રમોદથી વારંવાર આચાર્યપ્રભુનો મહિમા
કરે છે; સમયસારમાંથી અનુભૂતિના અદ્ભુત ભાવો ખોલતાં અતિ પ્રસન્નતાથી કહે છે
કે અહા! આવું સમયસાર સાંભળવું તે પણ જીંદગીનો એક લહાવો છે. અરે, ‘સાંભળવું’
તે પણ લહાવો છે, તો તેવી અનુભૂતિ પ્રગટે એની તો શી વાત? વાહ રે વાહ!
શ્રીગુરુઓએ અમારા ઉપર અત્યંત મહેરબાની કરીને અમને શુદ્ધાત્માની અનુભૂતિ
કરાવી છે. શ્રીગુરુની પ્રસન્નતાથી અમને અમારો નિજવૈભવ પ્રગટ્યો છે.
]
‘અહા, આત્મામાં નિરંતર સુંદર આનંદનું મધુરું ઝરણું ઝરે છે...અતીન્દ્રિય
આનંદનો પ્રવાહ અમારી પરિણતિમાં નિરંતર વહે છે.’–જુઓ, આવા સ્વાનુભવપૂર્વકની
વાણી આ સમયસારમાં છે. સાધકની અનુભૂતિમાં આનંદની લહેર છે. અમારા આત્માનું
સ્વસંવેદન અતીન્દ્રિય આનંદની છાપવાળું છે. જગતના કોઈપણ પદાર્થમાં સુખની
કલ્પના છૂટી ગઈ, ને આત્માનો મહાન આનંદ અમને પ્રગટ્યો. આત્માના આવા
વૈભવપૂર્વક હું એકત્વ–વિભક્ત આત્મા દેખાડીશ, તેને તમે સ્વાનુભવથી પ્રત્યક્ષ કરીને
પ્રમાણ કરજો.
વાહ! ચૈતન્યનો મીઠો સ્વાદ...એની શી વાત! એવા મીઠા સ્વાદથી ભરેલું એક
ચૈતન્યતત્ત્વ હું તમને દેખાડું છું. અમારા આત્માની પરિણતિ આનંદમય થયેલી છે,
અનાદિના વિભાવ–કલેશ તેનાથી અમે છૂટ્યા છીએ ને આનંદની ધારામાં આવ્યા છીએ.
વિભાવનો કલેશ છૂટીને આનંદમય વૈભવ અમને પ્રગટ્યો છે. –આવા વૈભવ વડે હું
શુદ્ધાત્મા બતાવીશ. શુદ્ધાત્મા અચિંત્ય મહિમાવાળી વસ્તુ, તેને ગમે તેવા (સ્વાનુભવ
વગરના) જીવો બતાવી શકે નહિ, આવો આત્મવૈભવ જેને પોતામાં પ્રગટ્યો હોય તે જ
શુદ્ધઆત્માનું સ્વરૂપ દેખાડી શકે.
સમ્યગ્દર્શન થતાં જ આત્મામાં અતીન્દ્રિય આનંદની મહોર લાગી જાય છે,
આત્મવૈભવ ખીલી જાય છે. આ સમયસાર તો અતીન્દ્રિય આનંદરૂપે પરિણમેલા જીવોના
રદયમાંથી નીકળેલું મહાન શાસ્ત્ર છે. અહા, ભાગ્યવાન જીવોને માટે આ ભાગવતશાસ્ત્ર
રચાઈ ગયું છે. સંતોના આત્માના વૈભવમાંથી નીકળેલા શુદ્ધાત્માનું આવું શ્રવણ કોઈ
અપૂર્વ મહાભાગ્યે મળે છે. એનાં ભાવો ઝીલનાર જીવને, જ્ઞાન અને રાગ વચ્ચે તીરાડ
પડીને અંદરથી અતીન્દ્રિય આનંદ ઝરે છે...ને તે ભવનો અંત કરીને અશરીરી સિદ્ધપદને
પામે છે.
जय समयसार