Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 57

background image
: ૩૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૮
જ્ઞાયકભાવની
ઉપાસના
[સમયસારના અપૂર્વ શ્રવણ વડે મોક્ષમાર્ગનો મંગલ પ્રારંભ]
આત્માના વૈભવથી શુદ્ધાત્મા દેખાડીને આચાર્યદેવ કહે છે કે હે
ભવ્ય! આવા આત્માને ઉપાસવાથી (શ્રદ્ધા–જ્ઞાન–અનુભવમાં લેવાથી)
તારા આત્મામાં અપૂર્વ મોક્ષમાર્ગ શરૂ થશે. પરથી વિભક્ત ને પોતાના
જ્ઞાન–સ્વભાવમાં એકત્વ–એવા જ્ઞાયકસ્વભાવને ઉપાસવો–તે જ આ
સમયસારનું હાર્દ છે. અનાદિથી રાગની ઉપાસના કરી છે, રાગનું જ
સેવન કર્યું છે, પણ રાગથી પાર જ્ઞાનમાત્ર આત્મવસ્તુ પોતે કોણ છે તે
કદી જાણ્યું નથી, તેની સેવા ક્ષણમાત્ર પણ કરી નથી; માટે હવે, આ
સમયસારમાં અમે જે શુદ્ધાત્મા દેખાડીએ છીએ તેને તું ઓળખ, તેની
ઉપાસના કર...તને મહા આનંદ થશે.
[સમયસાર ગાથા ૬] [માગશર વદ ૧–૨–૩]
* * * * *
પરદ્રવ્યોથી ભિન્ન ને પરભાવોથી ભિન્ન, એવો જે જ્ઞાયક એકભાવ છે તે
આત્મા છે. આવા આત્માનું સ્વરૂપ જાણવું જોઈએ,–તો જ શુદ્ધઆત્મા જાણ્યો કહેવાય.
પ્રભો! એ શુદ્ધઆત્મા કેવો છે કે જેનું સ્વરૂપ આપ સમસ્ત આત્મવૈભવથી આ
સમયસારમાં દેખાડવા માંગો છો?–આમ શિષ્યને ધગશ જાગી છે. પ્રભો! આપ જે
એકત્વ–વિભક્ત શુદ્ધઆત્મા દેખાડવા માંગો છો તે કેવો છે? તેનું સ્વરૂપ મારે જાણવું છે–
આવી ધગશપૂર્વક, આત્માનો જિજ્ઞાસુ થઈને જે સાંભળવા આવ્યો તેને આચાર્યદેવ
શુદ્ધઆત્માનું સ્વરૂપ દેખાડે છે. આમ શિષ્ય આત્માનો પિપાસુ થઈને આવ્યો છે; માત્ર
રૂઢિપૂર્વક રોજ એક કલાક વ્યાખ્યાન સાંભળી લેવું–એમ સાંભળવા ખાતર નથી
સાંભળતો, પણ અંદરની ધગશથી ‘મારો શુદ્ધઆત્મા કેવો છે’ તે લક્ષમાં લઈને સાંભળે
છે. સાંભળીને પછી કોઈ બીજાને સમજાવીશ–એવો હેતુ રાખીને નથી સાંભળતો; પણ
શ્રવણનો હેતુ પોતાનો શુદ્ધઆત્મા જાણીને તેનો અનુભવ કરવો–તે છે. આવા શિષ્યને
શ્રીગુરુ કહે છે કે સાંભળ! –