Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 53 of 57

background image
: ૫૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૮
જ કથન છે; અહીં આચાર્યદેવ કહે છે કે જિનશાસનમાં તો શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગનું
તથા તેના ફળનું કથન છે; અને તે માર્ગ હું આ નિયમસારમાં કહીશ, તથા તેના ફળરૂપ
મોક્ષનું સ્વરૂપ કહીશ. ભગવંતોએ જે કહ્યું તે જ હું કહીશ.
સર્વથા અંતર્મુખ છે, ને પરથી અત્યંત નિરપેક્ષ છે. વ્યવહારરત્નત્રયમાં તો પરની અપેક્ષા
છે, તે તો રાગવાળાં છે, તે શુદ્ધ નથી, સારરૂપ નથી. શુદ્ધ અને સારરૂપ તો પોતાના
પરમાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–આચરણ થાય તે જ છે, તે રાગ વગરનાં છે, પરથી
નિરપેક્ષ છે. આવા રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ જિનશાસનમાં કહ્યો છે. આત્મામાં અંતર્મુખ
થઈને જિનભાવના વડે અતીન્દ્રિય આનંદસહિત આવો મોક્ષમાર્ગ પ્રગટે તે આ શાસ્ત્રનું
તાત્પર્ય છે. આવી નિજભાવના માટે આ નિયમસારની રચના છે. તેમાં આત્માના પરમ
શુદ્ધ સ્વભાવની ભાવનાનું અદ્ભુત–અલૌકિક વર્ણન છે. તે ભાવના એટલે કે અંતર્મુખ
પરિણતિ કરવા જેવી છે. * * *
વૈરાગ્ય સમાચાર–
* વેરતીયાવાળા શ્રી રંભાબેન (તેઓ વાધર મગનલાલ દામોદરના માતુશ્રી) ઉ.
વર્ષ ૭૩ જામનગર મુકામે માગશર સુદ ત્રીજના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* મૂળીવાળા ભાઈશ્રી કાન્તિલાલ મોહનલાલ (ઉ. વર્ષ ૪૭) તા. ૨૨–૧૧–૭૧ના
રોજ અમદાવાદ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. દીવાળી દરમિયાન લગભગ
એકમાસ સુધી તેઓ સોનગઢ રહીને સત્સંગનો લાભ લઈ ગયા. તેમને ગળામાં
કફની તકલીફ થયેલી, બપોરે એકને વીસ મિનિટ સુધી તો તેઓ બોલતા હતા
ને એકને ત્રીસ મિનિટે તેઓ સ્વર્ગવાસ પામી ગયા.
* રાજકોટના ભાઈશ્રી ભીમજી ડાયાભાઈ પટેલ (ઉ. વર્ષ ૬૮) ગત માસમાં
સ્વર્ગવાસ પામ્યા છે.
* રાજકોટના ભાઈશ્રી બચુભાઈ ઊર્ફે હરકિશનભાઈ જીવરાજ (તેઓ રતિભાઈ
ચિત્તલિયાના ભત્રીજા) ૪૯ વર્ષની વયે ગત માસમાં એકાએક સ્વર્ગવાસ પામ્યા
છે. હજી તો તેઓ મોટરમાં બેસીને મોટર ચાલુ કરવાની તૈયારીમાં હતા ત્યાં જ
હાર્ટફેલથી સ્વર્ગવાસ પામી ગયા.
* જમશેદપુર મુકામે ભાઈશ્રી ચતુરદાસ કેશવજી ભાયાણી (લાઠીવાળા) તા. ૨૪–
૧૧–૭૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. થોડા વખત પહેલાંં જ તેઓ સોનગઢ