Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 54 of 57

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૫૧ :
આવીને સોસાયટીના પોતાના મકાનમાં રહીને એકાદ માસ લાભ લઈ ગયા હતા.
* પોરબંદરના શેઠશ્રી ભુરાલાલ ભુદરજી કોઠારીના ધર્મપત્ની શ્રી કસુંબાબેન (તેઓ
મનસુખભાઈ કોઠારી વગેરેના માતુશ્રી,) તા. ૩૦–૧૧–૭૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા
છે. તેઓ ભદ્રિક હતા, ગતવર્ષ વૈશાખ સુદ બીજના ઉત્સવનો લાભ પોરબંદરમાં
મળતાં તેઓ ઘણા ઉલ્લસિત થયા હતા; તેમજ આસોમાસમાં પણ પોરબંદરમાં
ગુરુદેવના દર્શનનો તથા વૈરાગ્યવાણીનો લાભ મળતાં પ્રસન્ન થયા હતા.
* દાહોદના ભાઈશ્રી હજારીમલજી સુંદરજી શરાફ માગશર સુદ ૧૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવ જ્યારે જ્યારે દાહોદ પધારે ત્યારે તેઓ
હર્ષોલ્લાસથી ભાગ લેતા હતા.
* ફિરોઝાબાદના પં. શ્રી માણેકચંદજી ન્યાયાચાર્ય (ઉ. વર્ષ ૮૫) તા. ૮–૧૧–૭૧
ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ દિ. જૈન સમાજના એક વયોવૃદ્ધ વિદ્વાન
હતા. તેમણે શ્લોકવાર્તિકની હિંદી ટીકા લખી છે.
* ઉમરાળાના ભાઈશ્રી મગનલાલ પોપટલાલના સુપુત્ર મહેન્દ્રકમાર (બી. કોમ.)
ચોવીશ વર્ષની ભરયુવાન વયે માગશર સુદ પાંચમના રોજ સુરત મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે. બી. કોમ. ભણેલા યુવાનનું આવું ક્ષણભંગુર જીવન દેખીને,
યુવાનબંધુઓએ પોતાનું જીવન એકલા લૌકિક ભણતરમાં વેડફી દેવા કરતાં,
આત્મહિત થાય એવા ઉત્તમ ધાર્મિક સંસ્કાર માટે જીવનનો સદુપયોગ કરવાનું
લક્ષ રાખવા જેવું છે. જીવનમાં કે બીજા ભવમાં પણ આ ધાર્મિકસંસ્કાર જ જીવને
સાચી શાંતિ આપશે. અને બંધુઓ! અત્યારે તો આપણને ધાર્મિક સંસ્કાર
મેળવવા માટે કેવો ઉત્તમ સુયોગ છે! માટે આ ઘડી ચુકવા જેવી નથી.
* મુંબઈના ભાઈશ્રી રતિલાલ મગનલાલ વોરા કારતક વદ દશમના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. આસો માસમાં ગુરુદેવના અણધાર્યા દર્શનનો મુંબઈમાં
લાભ મળતાં તેઓ ઘણા ઉત્સાહિત થયા હતા, ને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
* રાણપુરવાળા વાડીલાલ ઉજમશી માસ્તરના ધર્મપત્ની સમજુબેન (ઉ. વ. ૫૯)
માગશર વદ છઠ્ઠના રોજ વઢવાણ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા દિવસ
સુધી પણ તેઓ જિનમંદિરે આવ્યા હતા.
* ભાઈશ્રી કેશવલાલ છગનલાલના ધર્મપત્ની ભૂરીબેન (ઉ. વ. ૭૧) માગશર વદ
છઠ્ઠના રોજ વઢવાણ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
–વીતરાગી દેવ–ગુરુ–ધર્મની આરાધના વડે સદ્ગત આત્માઓ આત્મહિતને પામો.