Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 55 of 57

background image
: ૫૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૮
વિવિધ સમાચાર–
* સોનગઢમાં પ્રવચનમાં સવારે નિયમસાર પુન: શરૂ થયું છે, ને બપોરે
સમયસારનું ૧૭ મી વખત વાંચન ચાલે છે,–૧૭ મી વખત હોવા છતાં જાણે
પહેલી જ વાર કોઈ અપૂર્વ ભાવે સાંભળતા હોઈએ–એવા સરસ ભાવો ખીલે છે.
* ગુજરાતી નિયમસાર ફરી છપાવાનું નક્કી થયું છે, તે બાબત સૂચના ગતાંકમાં
આવી ગઈ છે. વિશેષ પ્રતો જોઈએ તેમને તે નોંધાવી દેવા સુચના છે.
* આ વર્ષે કારતક માસની અષ્ટાહ્નિકા દરમિયાન તેરહદ્વીપ પૂજન વિધાન કરી
શરૂ થયું છે. આ વિધાન ધ્રાંગધ્રાના સમજુબેન ગોવિંદજી કોઠારી (તે ચંચળબેન
બરવાળાવાળાના બહેન) તરફથી કરાવવામાં આવ્યું હતું.
* આ સાલમાં જિનબિંબ–પ્રતિષ્ઠા વગેરે નિમિત્તે ગુરુદેવના વિહારના કાર્યક્રમની
રૂપરેખા લગભગ સાડાત્રણ માસની વિચારવામાં આવી છે. તેની વિગવાર નોંધ
આવતા અંકે આપીશું. અમરેલીમાં જિનબિંબ–વેદીપ્રતિષ્ઠાનું મૂરત ફાગણસુદ
પાંચમે છે, તથા ફત્તેપુરમાં વેશાખસુદ ત્રીજનું મૂરત છે.
* સાગર (મધ્યપ્રદેશ) માં શેઠશ્રી ભગવાનદાસજી શોભાલાલજી તરફથી જૈનધર્મ–
શિક્ષણ શિબિરનું ભવ્ય આયોજન ગતમાસમાં થયું હતું, તેમાં હજારો
જિજ્ઞાસુઓએ તત્ત્વજ્ઞાનનો લાભ લીધો હતો, અને મહાન પ્રભાવના થઈ હતી.
* દેશકાળના હાલના વાતાવરણમાં તત્ત્વજ્ઞાનના પ્રચારની ખૂબ આવશ્યકતા છે; તે
માટે વધુને વધુ સાહિત્ય,–બાળકો કે વૃદ્ધ સૌને ઉપયોગી થાય તેવું, અને સૌને
આત્મહિતની પ્રેરણા આપે તેવું, પ્રચાર કરવાની ખૂબ જરૂર છે. જ્યાં
જિનેન્દ્રભગવાનના દર્શન માટે ખાસ જરૂર હોય ત્યાં તો જિનમંદિર થાય તે
બરાબર છે; પણ જરૂર વગર વધુ પડતા મંદિર વગેરે પાછળ મોટા ખર્ચ કરવા
કરતાં વીતરાગી તત્ત્વજ્ઞાનનો ઘરેઘરે પ્રચાર થાય–તે માટે લક્ષ આપવું વધુ જરૂરી
છે.–એમ આજે સર્વે વિદ્વાનોનો મત છે. સમાજે આ વાત લક્ષમાં લેવા જેવી છે.