Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 56 of 57

background image
આપણું સૌનું ઉત્તમ ધ્યેય
આપણે સૌ મુમુક્ષુઓ એક ઉચ્ચ ધ્યેયને વરેલા છીએ–અને તે ધ્યેય છે–
આત્મ–કલ્યાણ! અહા, આત્મકલ્યાણ કેમ થાય તે માર્ગ ગુરુદેવના પ્રતાપે આપણા
હાથમાં આવ્યો છે, અને તે જ આ આત્મધર્મમાં પીરસાય છે. સંપૂર્ણપણે
આત્મહિતને જ લક્ષમાં રાખીને, સ્વ–પરને વીતરાગભાવની પુષ્ટિ થાય એ રીતે
આત્મધર્મનું સંપાદન થાય છે. અને આવા ધ્યેયપૂર્વક આત્મધર્મની સ્વાધ્યાય
કરનારા જિજ્ઞાસુઓને જરૂર આત્મહિતની પ્રેરણા અને પુષ્ટિ મળે છે.
સંપાદકને પૂ. ગુરુદેવની મંગલછાયામાં પોતાના ૨૯ વર્ષના અનુભવથી
નિઃશંક ખાતરી છે કે આત્મધર્મમાં જે કોઈ ભાવો આવે છે તે સંપૂર્ણપણે વીતરાગી
દેવ–ગુરુ–ધર્મને અનુસરીને જ આવે છે. ગુરુદેવે મહાન કૃપા કરીને જિનાગમના
ગંભીરભાવો આપણને સમજાવ્યા છે. એ ગંભીરભાવોના અભ્યાસમાં એવી શાંતિ
છે કે જગતના કોઈ વાદવિવાદને તેમાં સ્થાન નથી, રાગ–દ્વેષ–અશાંતિનું તેમાં
નામનિશાન નથી. આવા ગંભીર ભાવવાળી ચૈતન્યપ્રકાશી વાણી આત્મધર્મમાં
રજુ થાય છે; સાથે સાથે દેવગુરુનો અપાર મહિમા, ધાર્મિક વાત્સલ્ય, વિશેષ
પ્રભાવનાને લગતા સમાચારો વગેરે પણ પ્રસંગોપાત રજુ થાય છે..હજારો
જિજ્ઞાસુઓ પ્રેમપૂર્વક તે વાંચે છે, પ્રસન્નતા વ્યક્ત કરે છે, સલાહસૂચના પણ
મોકલે છે. આપ પણ આત્મધર્મના વધુ વિકાસ માટે સલાહસૂચના મોકલી શકો
છો. આત્મધર્મ માટે યોગ્ય નાના ટચૂકડા લેખોને પણ આવકારીએ છીએ.
આત્મધર્મ આપણું સૌનું છે...જિનશાસન આપણું સૌનું છે; જિનશાસનના
ધર્મધ્વજની મંગલછાયામાં આપણે સૌ એક છીએ. –
जयजिनेन्द्र
‘આત્મધર્મ’ માસીક દરમહિને પચીસમી તારીખે, બરાબર ચેકીંગપૂર્વક
રવાના થાય છે. પહેલી તારીખ સુધીમાં ન મળે તો તુરતમાં “આત્મધર્મ
કાર્યાલય, સોનગઢ–સૌરાષ્ટ્ર” ને આપના પૂરા સરનામા સહિત લખવાથી બીજો
અંક મોકલાય છે. લવાજમ ચાર રૂપિયા છે,–તેમાં પણ કિંમતી પુસ્તકો ભેટ મળે
છે. જેમ બને તેમ વેલાસર ગ્રાહક થઈ જવું સારૂં છે. હાલ ગુજરાતી આત્મધર્મની
ત્રણ હજાર નકલ છપાય છે–જે અત્યાર સુધીના વર્ષોમાં સૌથી વધારે છે. એ
રીતે આત્મધર્મ ઉન્નતિ કરી રહ્યું છે, અને વધુને વધુ જિજ્ઞાસુઓ તત્ત્વજ્ઞાનમાં
રસ લઈ રહ્યા છે. આપ પણ આત્મધર્મ દ્વારા અધ્યાત્મરસનું પાન કરો.