Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page  


PDF/HTML Page 57 of 57

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
ગુરુદેવ પાસેથી–
આપણને સૌને ઉપયોગી સન્દેશ
[આ સન્દેશ ભારતભરના મુમુક્ષુઓને માટે ઉપયોગી હોવાથી અહીં આપેલ છે.]
૧. સૌ સાધર્મીને સરખા ગણીને બધા સાથે હળીમળીને રહેવું જોઈએ.
૨. હું મોટો ને બીજા નાના–એમ કોઈનો તિરસ્કાર ન કરવો જોઈએ.
૩. કોઈ પૈસા વધારે આપે કે ઓછા આપે–તે ઉપરથી માપ ન કરવું
જોઈએ, પણ ખાનદાનીથી ને ગુણથી ધર્મ શોભે–તેમ સૌએ વર્તવું
જોઈએ.
૪. મુમુક્ષુ–મુમુક્ષુમાં એકબીજાને દેખીને હૃદયથી પ્રેમ આવવો જોઈએ.
૫. ભાઈ, અત્યારે આ વાત મહા ભાગ્યયોગે અહીં આવી ગઈ છે. આ
કોઈ સાધારણ વાત નથી. માટે સૌએ સંપથી, ધર્મની શોભા વધે ને
પોતાનું કલ્યાણ થાય તેમ કરવું જોઈએ.
૬. એકબીજાની નિંદામાં કોઈએ ઉતરવું ન જોઈએ. એકબીજાને કાંઈ
ફેરફાર હોય તો જતું કરવું જોઈએ. નજીવી બાબતમાં વિખવાદ ઊભો
થાય–તે મુમુક્ષુને શોભે નહિ.
૭. સૌએ મળીને રોજ એક કલાક નિયમિત જ્ઞાનનો અભ્યાસ,
શાસ્ત્રવાંચન કરવું જોઈએ. જ્ઞાનના અભ્યાસ વગર સત્યના સંસ્કાર
ટકશે નહીં.
૮. અરે, તીર્થંકરદેવે કહેલો આવો આત્મા સમજવા જે તૈયાર થયો એને
બહારમાં નાના–મોટાનાં માન–અપમાન શું?
૯. આ તો પોતે પોતાના આત્માનું હિત કરી લેવાની વાત છે.
૧૦. સંસારથી તો જાણે હું મરી ગયો છું–એમ તેનાથી ઉદાસીન થઈને
આત્માનું કલ્યાણ કેમ થાય તે કરવાનું છે.
મુમુક્ષુઓ, ગુરુદેવની આ શિખામણ આપણને સૌને ઉપયોગી છે, હિતકર છે.
પ્રકાશક : શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ. સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૦૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) પોષ : (૩૩૯)