: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૭ :
• ચંપાનગરીની બહાર ગંગાકિનારે ધર્મઘોષ નામના મહામુનિ એક મહિનાના ઉપવાસ
ધારણ કરીને ઘોર તરસની વેદના છતાં સંકલેશરહિત ઉત્તમ અર્થને પામ્યા,
આરાધનાસહિત સમાધિમરણ કર્યું; તરસની વેદનાથી પાણીની ઈચ્છા ન કરી,
સંયમથી ન ડગ્યા, પણ ધૈર્ય ધારણ કરીને આત્મકલ્યાણ કર્યું.
• પૂર્વજન્મના વેરી દેવે વિક્રિયાવડે ઘોર શીતવેદના કરી તોપણ શ્રીદત્તમુનિ સંકલેશ
વગર ઉત્તમસ્થાનને પામ્યા.
• વૃષભસેન નામના મુનિ ઉષ્ણપવન, ઉષ્ણ શિલાતલ તથા સૂર્યનો અત્યંત ઉષ્ણ
આતાપ સંકલેશરહિત સહન કરીને ઉત્તમ–અર્થને પામ્યા.
• રોહેડગ નગરીમાં અગ્નિપુત્રને ક્રૌચ નામના વેરીએ શક્તિઆયુધ વડે હણી નાંખ્યા
તોપણ તે વેદનાને સહન કરીને તેઓ ઉત્તમ–અર્થને પામ્યા.
• કાકંદીનગરીમાં ચંડવેગ નામના વેરીએ અભયઘોષ મુનિના સર્વઅંગ છેદી નાંખ્યા, તે
ઘોર વેદના પામીને પણ તેઓ ઉત્તમઅર્થ એવા રત્નત્રયને પામ્યા.
• વિદ્યુત્ચર–મુનિ ડાંશ–મચ્છરદ્વારા ભક્ષણની પરમઘોર વેદનાને સંકલેશરહિત સહન
કરીને ઉત્તમઅર્થરૂપ આત્મકલ્યાણને પામ્યા.
• હસ્તિનાપુરના ગુરુદત્તમુનિ દ્રોણિમતિ (દ્રોણગિરિ) પર્વતપર, હાંડલાના અનાજની
માફક દગ્ધ થવા છતાં ઉત્તમઅર્થને પામ્યા.
• ચિલાતપુત્ર નામના મુનિને કોઈ પૂર્વભવના વેરીએ તીક્ષ્ણ આયુધ વડે ઘાત્યા, તે
ઘાવમાં મોટામોટા કીડા ચઢી આવ્યા અને તે કીડાઓ વડે તેમનું આખું શરીર
ચાળણીની જેમ વીંધાઈ ગયું, તોપણ સંકલેશ વગર સમભાવથી વેદના સહન કરીને
તેઓ ઉત્તમાર્થને પામ્યા.
• યમુનાવક્રનાં તીક્ષ્ણ બાણોવડે જેમનું શરીર વીંધાઈ ગયું છે એવા દંડમુનિરાજ ઘોર
વેદનાને પણ સમભાવથી સહન કરીને ઉત્તમાર્થરૂપ આરાધનાને પામ્યા.
• કુંભકારનગરી વિષે ઘાણીયંત્રમાં પીલાવા છતાં અભિનંદનાદિક પાંચસો મુનિઓ
સમભાવપૂર્વક આરાધનાને પામ્યા.
• સુબંધુ નામના વેરીએ ગૌશાળામાં આગ લગાડી તેમાં બળવા છતાં ચાણકયમુનિરાજ
પ્રાયોપગમન સંન્યાસ ધારણ કરીને સંકલેશરહિત ઉત્તમઅર્થને પામ્યા.