: ૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
વેદનામાં ધૈર્યધારણ નહીં કરે? કરશે જ. ગમે તેવો રોગ આવે તોપણ ઉત્તમ
પુરુષો અયોગ્ય ઔષધ (કંદમૂળ વગેરેનું ભક્ષણ) કરતાં નથી. નાની–મોટી આપદા
આવતાં જે વિષાદ કરે છે તેને વીરપુરુષો કાયર કહે છે. ઘૈર્યવાન સત્પુરુષોનો તો એવો
સ્વભાવ છે કે મહાન આપદા આવે તોપણ તેમના પરિણામ સમુદ્ર જેવા અક્ષોભ અને
મેરુ જેવા અચલ રહે છે.
સમસ્ત પરિગ્રહ છોડીને જેણે પોતાના આત્માને આત્મસ્વરૂપમાં જ સ્થિર કર્યો છે
અને શ્રુતજ્ઞાન જેમનું સાથીદાર છે–એવા કોઈ ઉત્તમ સાધુ, સિંહ–વાઘની દાઢ વચ્ચે પણ
ઉત્તમાર્થ એવા રત્નત્રયને સાધે છે, કાયર બનીને શિથિલ થતા નથી.
(એવા ધીરવીર મુનિરાજનાં દ્રષ્ટાંત કહે છે–)
• શિયાળીયાં વડે ત્રણ રાત સુધી ભક્ષણ કરવાથી જેના શરીરમાં ઘોર વેદના ઉપજી છે
એવા, તે તત્કાળદીક્ષિત સુકુમારમુનિ ધ્યાનવડે આરાધનાને પામ્યા.
• ભગવાન સુકોશલ નામના મુનિ–કે જેમની માતાએ વાઘણ થઈને તેમનું ભક્ષણ કર્યું,
તોપણ તેઓ ઉત્તમ અર્થને (એટલે કે રત્નત્રયના નિર્વાહને) પામ્યા.
• ચાળણીની જેમ ખીલા વડે દેહ વીંધાવા છતાં ભગવાન ગજકુમાર મુનિ ઉત્તમ અર્થને
પામ્યા.
• હે મુનિ! દેખો, સનત્કુમાર નામના મહામુનિએ સેંકડો વર્ષ સુધી ખાજ–તાવ–તીવ્ર–
ક્ષુધા–તૃષા, વમન, નેત્રપીડા અને ઉદરપીડા વગેરે અનેક રોગજનિત દુઃખોને
ભોગવવા છતાં, સંકલેશ વગર સમ્યક્પણે સહન કરતા થકા ધૈર્યપૂર્વક રત્નત્રયધર્મનું
પાલન કર્યું.
• એણીકપુત્ર નામના સાધુએ ગંગા નદીના પ્રવાહમાં તણાવા છતાં નિર્મોહપણે ચાર
આરાધના પામીને સમાધિમરણ કર્યું, પણ કાયરતા ન કરી. માટે હે કલ્યાણના અર્થી
સાધુ! તમારે પણ દુઃખમાં ધૈર્ય ધારણ કરીને આત્મહિતમાં સાવધાન રહેવું ઉચિત છે.
• ભદ્રબાહુ મુનિરાજ ઘોરતર ક્ષુધાવેદનાથી પીડિત થવા છતાં સંકલેશરહિત બુદ્ધિનું
અવલંબન કરતા થકા, અલ્પાહાર નામના તપને ધારણ કરીને ઉત્તમસ્થાનને પામ્યા;
પણ ભોજનની ઈચ્છા ન કરી.
• કોશાંબીનગરીમાં લલિતઘટાદિ બત્રીસ પ્રસિદ્ધ મહામુનિઓ નદીના પૂરમાં ડુબવા
છતાં નિર્મોહપણે પ્રાયોપગમન સંન્યાસને ધારણ કરીને આરાધનાને પ્રાપ્ત થયા.